Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોરબંદરના બચા ડુંગર વાચ્છોળા ગામે વીરગતિ પામ્યા હતાં:
દ્વારકા તા. ૧: ક્રાંતિવીર મુરૂભા માણેકની ૧પ૭મી પુણ્યતિથિ નિમિત્તે ઓખાથી દ્વારકા સુધી મહારેલીનું આયોજન કરાયું છે.
ઓખામંડળના ક્રાંતિવીર મુરૂભા માણેકની આગામી ૭ મી મે એ ૧પ૭ મી પુણ્યતિથિની દર વર્ષની જેમ પરંપરાગત રીતે ઉજવણી કરાશે. આ પ્રસંગે ક્રાંતિવીરને શ્રદ્ધાંજલિ પાઠવવા ઓખાથી ગ્રામીણ વિસ્તારોને સાંકળતી વિશાળ સ્કુટર રેલી દ્વારકા સુધી યોજાશે.
ઉલ્લેખનિય છે કે, ઈ.સ. ૧૮પ૭ થી ૧૮૬૮ સુધી ઓખામંડળના રાજવી લડવૈયા મુરૂભા માણેકની આગેવાની સાથે અંગ્રેજો સામે શુરવીરતા સાથે લડત આપી અંગ્રેજો માટે આ લડત લોઢાના ચણા ચાવવા સમાન બનાવી હતી. અંગ્રેજો સામે લડત આપતા ક્રાંતિવીર મુરૂભાએ તેમના સાથીઓ સાથે પોરબંદરના બરડા ડુંગર વિસ્તારના વાચ્છોળા ગામે તા. ૭-પ-૧૮૬૮ ના સંધ્યાકાળે વીરગતિ પામી હતી. જેમાં ક્રાંતિવીર મુરૂભા માણેક, જોધાભા માણેક, દેવુભા માણેક જેવા શૂરવીરો વીરગતિ પામ્યા હોય, દર વર્ષની જેમ આ વિસ્તારના ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ અર્પવા તા. ૭-પ-ર૦રપ ના વિશાળ સ્કુટર રેલીનું આયોજન અખિલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજના યુવામંડળ દ્વારા કરાયું છે.
તા. ૭-પ-ર૦રપ ને બુધવારના ઓખાથી સ્કુટર રેલીનો પ્રારંભ કરાશે જે આરંભડા, સૂરજકરાડી, હાઈ-વે ભીમરાણા, મોજપ, મકનપુર, વરવાળા, રૂક્ષ્મણી માતાજી મંદિર, સનાતન સેવા મંડળ, ઈસ્કોન ગેઈટ, રબારી ગેઈટ, ભદ્રકાલી ચોક, તીનબત્તી ચોક, જોધાભા માણેક ચોકથી દ્વારકાધીશ મંદિર ચોક સુધી યોજાશે.
આયોજકો દ્વારા ધાર્મિક કાર્યક્રમો સાથે ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ પાઠવવા સમાજના યુવાનોને પારંપારિક વેશભૂષા સાથે રેલીમાં જોડાવવા આહ્વાન કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial