Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૪ ફ્રેબુઆરી, બુધવાર અને મહા વદ ત્રીજનું રાશિફળ

મેષ સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વધારો થાય. બઢતી-બદલીના કામમાં પ્રગતિ  થાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. બઢતી-બદલીના કામમાં  પ્રગતિ થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૧-૩

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ ન  કરવી.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૨

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. ધંધામાં આકસ્મિક  લાભ થાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૭

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામમાં હરિફવર્ગ, ઈર્ષાકરનાર વર્ગની મુશ્કેલી જણાય. ધંધામાં નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન  રાખવું.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યનો ઉકેલ આવતા રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. પરદેશના  કામ થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

સિઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. વ્યાવહારિક કામમાં ઉતાવળ કરવી નહીં. આપે વાહન ધીરે  ચલાવવું.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૪

 

Libra (તુલા: ર-ત)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો  સહકાર રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૮-૩

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

દિવસના પ્રારંભેથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામમાં  સરળતા રહે.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૪-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. દેશ-પરદેશના  કામ થાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૫

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં પ્રતિકૂળતા જણાય. રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી  નહીં.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થતું જાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થવાની  શક્યતા રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૪

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય. સામાજિક-વ્યાવહારિક કામ  થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૧



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh