Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ત્રણેક વ્યક્તિ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છેઃ
જામનગર તા. ૨૨: અમદાવાદના સાણંદમાં રવિવારે રાત્રે એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસે દરોડો પાડતા ર૬ મહિલા અને ૧૩ પુરૃષ નશાની હાલતમાં ઝૂમતા મળી આવ્યા હતા. જેમાં જામનગરના એક આસામીનો સમાવેશ છે અને હજુ ૫ાંચ થી છ વ્યક્તિ જામનગરના હોવાનું લોકમૂખે ચર્ચાઈ રહ્યું છે.
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોટી દેવતી ગામની સીમમાં ગ્રેડ વન ગોલ્ફ કલબ રીસોર્ટમાં રવિવારની રાત્રે પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા તે સ્થળે અંગ્રેજી દારૃનો નશો કરી રહેલા ર૬ મહિલા અને ૧૩ પુરૃષ મળી આવ્યા હતા. આ સ્થળેથી ઈંગ્લીશ દારૃની ૨૦ ખાલી બોટલ, ૧૮ ભરેલી બોટલ અને હુક્કા સહિતનો મુદ્દામાલ કબજે કર્યાે હતો.
અમદાવાદના શિવરંજનીમાં રહેતા પ્રતીક સાંઘી નામના એક યુવાનનો રવિવારે જન્મદિવસ હોવાથી તેણે આ પાર્ટી યોજી હોવાનું બહાર આવ્યું છે. અંદાજે ૧૦૦ જેટલા બિલ્ડર અને વેપારીઓ તે પાર્ટીમાં જોડાયા હતા અને દારૃની મહેફિલ જમાવાઈ હતી.
સ્થળ પરથી મળી આવેલા પ્રતીક સાંઘી સહિતના ૩૯ વ્યક્તિઓ નશાની હાલતમાં હતા. જેમાંથી જામનગરના લાલબંગલા નજીક કાંચન જંઘા એપાર્ટમેન્ટમાં રહેતા વિરાજ વિઠ્ઠલાણી સહિતના વ્યક્તિઓ પણ નશાની હાલતમાં ઝડપાઈ ગયા હતા. તે ઉપરાંત જામનગરની વધુ પાંચ થી છ જેટલી વ્યક્તિ પણ દારૃની પાર્ટીમાં હોવાનું બિનસત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, જે ૩૯ વ્યક્તિ ઝડપાયા છે અને તેમાં ૧૩ પુરૃષ અને ૨૬ મહિલાનો સમાવેશ છે તે તમામ વ્યક્તિમાંથી વિરાજ વિઠ્ઠલાણી સિવાયના ૩૮ વ્યક્તિઓ હાલમાં અમદાવાદમાં રહેતા હોવાનું જાહેર થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial