Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-૩ની ૫૦૦૦થી વધુ જગ્યાઓ ભરાશે

ગ્રુપ-એ તથા ગ્રુપ-બીની સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૪: ગુજરાત સરકારી નોકરીની સુવર્ણ તક ઉભી થઈ છે. જીએસએસએસબી દ્વારા ૫૦૦૦થી વધુ પદ માટે ભરતીની જાહેરાત બહાર પડી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહુપ્રતિક્ષિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વર્ગ-૩ ક્લાર્કની પોસ્ટ માટે ગ્રૂપ-એ તથા ગ્રૂપ-બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (સીસીઈ) જાહેર થઈ છે, જેમાં કુલ ૫ હજારથી પણ વધુ પદો માટે ભરતી હાથ ધરવામાં આવશે. આ અંતર્ગત ગ્રૂપ-એમાં સમાજ કલ્યાણ નિરીક્ષક, કાર્યાલય અધિક્ષક, કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી), હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જેવા પદો માટે કુલ ૨૩૬૫ જગ્યાઓ જાહેર કરાઈ છે. જ્યારે ગ્રૂપ-બીમાં જુનિયર ક્લાર્કની કુલ ૩૦૦૫ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

જાહેરાતમાં સરકાર દ્વારા જગ્યા વધારવા અથવા તો ઘટાડવા માટે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ઉપરાંત સામાન્ય કેટેગરીના પુરૂષ તથા મહિલા ઉમેદવારોને ૫ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત અનામત શ્રેણીના ઉમેદવારોને નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવી છે.

આ ઉપરાંત પગાર અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જેના અતર્ગત હેડક્લાર્ક અને સમાજ કલ્યાણ નિરીક્ષકને ૪૦,૮૦૦ સીનિયર ક્લાર્ક, કલેક્ટર કચેરીના ક્લાર્ક, જુનિયર ક્લાર્કને ૨૬૦૦૦ અને કાર્યાલય અધિક્ષકને ૪૯,૬૦૦ રૂપિયાનો પગાર મળવા પાત્ર છે. આ ઉપરાંત ભરતી માટે હવે શૈક્ષણિક યોગ્યતા ૧૨ પાસથી વધારીને ગ્રેજ્યુએટ કરવામાં આવી છે. જેથી ભરતી માટેની લઘુતમ યોગ્યતા ગ્રેજ્યુએશન રહેશે.

આ ઉપરાંત હવે દરેક વર્ગના વ્યક્તિ માટે ન માત્ર ફી ફરજિયાત કરવામાં આવી છે પરંતુ ફીમાં વધારો પણ કરવામાં આવ્યો છે. બિન અનામત વર્ગના ઉમેદવારે ૫૦૦ રૂપિયા ફી જ્યારે તમામ કેટેગરીની મહિલા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતી સહિતના તમામ અનામત વર્ગના ઉમેદવારોએ ૪૦૦ રૂપિયા પરીક્ષા ફી ચૂકવવી પડશે. જો કે પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારને આ ફી પરત મળી જશે.

આ ઉપરાંત પ્રાથમિક પરીક્ષા માટે સિલેબસ પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અંગ્રેજી ૧૫ માર્ક, ગુજરાતી ૧૫ માર્ક, જનરલ અવેરનેસ અને કરન્ટ અફેર ૩૦ માર્ક, ક્વેન્ટેટિવ એપ્ટીટ્યુડ ૩૦ માર્ક અને રિઝનીંગ ૬૦ માર્ક સાથે કુલ ૧૫૦ માર્કની પરીક્ષા હશે. પ્રથમ પરીક્ષામાં ૪૦ ટકાથી વધારે માર્ક મેળવનાર ઉમેદવાર બીજી પરીક્ષા માટે પાત્ર ગણાશે. મુખ્ય પરીક્ષા પણ એમસીકયુ આધારિત જ રહેશે.

આ ભરતી માટે ઉમેદવારોને ઓજસ પોર્ટલ (રંંૅજઃરૂરૂ ર્દ્ઘટ્ઠજ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ. ૈહ) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જાહેરાત મુજબ અરજી પ્રક્રિયા તા. ૫ ફેબ્રુઆરી ૨૦૨૬થી શરૂ થશે અને તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી અરજી કરી શકાશે. પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા આધારે લેવામાં આવશે.

ભરતીને લઈને શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પરીક્ષા પદ્ધતિ તથા અન્ય વિગતવાર માહિતી માટે ઉમેદવારોને જીએસએસએસબીની અધિકૃત વેબસાઈટ પર જાહેરાત વાંચવાની સૂચના આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh