Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના સામોર ગામ પાસે રવિવારે રાત્રે ચાલીને જતાં યુવાનને વાહનની ઠોકર

હિટ એન્ડ રનના આ બનાવમાં યુવાનનું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ખંભાળિયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા સામોર ગામના પાટીયા પાસે રવિવારે રાત્રે ચાલીને રોડ ક્રોસ કરતા જામનગરના એક યુવાનને અજાણ્યું વાહન ઠોકર મારીને પલાયન થઈ ગયું છે. આ વાહનની ટક્કરથી ફેંકાઈ ગયેલા યુવાનનું માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થવાથી સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. હિટ એન્ડ રનના આ બનાવની મૃતકના ભત્રીજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા મારવાડી વાસમાં રહેતા વાઘાભાઈ નવીનભાઈ સોલંકી નામના યુવાનના કાકા હરીશભાઈ સોલંકી રવિવારે રાત્રે નવેક વાગ્યે ખંભાળિયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર સામોર ગામના પાટીયા પાસે ચાલીને રોડ ક્રોસ કરતા હતા.

આ વેળાએ ખંભાળિયા તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલુ અજાણ્યું વાહન તેઓને ઠોકર મારીને સ્થળ પરથી પલાયન થઈ ગયું હતું. વાહનની ટક્કર વાગતા રોડ પર પછડાયેલા હરીશભાઈને માથામાં ગંભીર ઈજા થવા ઉપરાંત ડાબા પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલા હરીશભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. હિટ એન્ડ રનના આ બનાવની વાઘાભાઈ સોલંકીએ ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh