Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના ગડુ પાસે પોલીસ ચેકપોસ્ટ પરથી જતી મોટરમાંથી મળ્યો દારૂ-બીયરનો જથ્થો

મોટર ઊભી રાખી નાસી ગયેલા ચાલકની શોધખોળઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: ભાણવડ નજીકના ગડુ ગામ પાસે ઉભી કરવામાં આવેલી પોલીસ ચેકપોસ્ટ પરથી આજે સવારે પસાર થતી એક મોટર પોલીસે રોકાવતા તેનો ચાલક ઉતરીને નાસી ગયો હતો. મોટરમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી ૩ર બોટલ તથા બીયરના ૩૦ ટીન મળી આવ્યા છે. રૂ।.પોણા પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આરોપીઓની શોધ આરંભી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગડુ ગામ પાસે પોલીસની ઉભી કરવામાં આવેલી ચેકપોસ્ટ નજીક એક મોટરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હોવાની બાતમી મળતા ભાણવડ પોલીસ સ્ટેશનના સ્ટાફે ઈન્ચાર્જ પીઆઈ એન.એચ. જોષીની સૂચનાથી વોચ ગોઠવી હતી.

ચેકપોસ્ટ પર પોલીસે આડશ ઉભી કર્યા પછી ત્યાંથી પસાર થતી જીજે-૩૬-એફ ૫૨૧૨ નંબરની આઈ-૨૦ મોટર રોકાવતા તે મોટર ઉભી રાખી તેનો ચાલક ઉતરીને નાસી ગયો હતો. આ મોટરની તલાશી લેવામાં આવતા ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧ર મોટી બોટલ તથા ૨૦ નાની બોટલ ઉપરાંત બીયરના ૩૦ ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો, મોટર મળી કુલ રૂ।.૪,૭૮,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી લીધો છે અને નાસી ગયેલા મોટરના ચાલક તથા માલિકની શોધ આરંભી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh