Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ-અમરેલી જિલ્લાની બે દુર્ઘટનામાં ૮ના મૃત્યુઃ પીજીવીસીએલની ગાડી પલ્ટી

શેત્રુંજી નદીમાં ડુબી જતા ચાર મિત્રો અને સુપેડી પાસે માર્ગ અકસ્માતમાં ૪ ના જીવ ગયા

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૬: રાજકોટ અને અમરેલી જિલ્લાઓમાં બે દુર્ઘટનામાં આઠના મૃત્યુ થયા છે. અમરેલી જિલ્લાના ગાવડકા પાસે શેત્રુંજી નદીમાં ડુબી જતા મીઠાપુર ડુંગરીના ૪ મિત્રોના જીવ ગયા છે, જયારે ધોરાજીના સુપેડી પાસે પીજીવીસીએલની ચેકીંગ ટીમ સાથેના વિડીયોગ્રાફી માટેની ગાડી પલ્ટી જતા ૪ મૃત્યુ થયા છે.

રાજકોટ અને અમરેલી જિલ્લામાં ર દુર્ઘટનામાં ૮ વ્યકિતઓનો ભોગ લેવાતા અરેરાટી વ્યાપી ગઇ છે. જેમાં અમરેલી જિલ્લાનાં ગાવડકા પાસેની શેત્રુંજી નદીમાં ડુબી જતા ૪ મિત્રોના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. જયારે બીજા બનાવમાં ધોરાજીનાં સુપેડી પાસે પીજીવીસીએલના ચેકીંગ ટીમ સાથેના વિડીયોગ્રાફી-ફોટોગ્રાફી ટીમની કારને અકસ્માત નડતા ૪ ના મોત થયા છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ ચલાલાના મીઠાપુર ડુંગરી ગામેથી અમરેલી બાઈક લઇ ખરીદી કરી પરત જઈ રહેલા ચાર જીગરજાન યુવાન મિત્રોના રસ્તામાં ગાવડકા ગામ નજીક  શેત્રુંજી નદીના ચેક ડેમમાં નાહવા પડ્યા બાદ ડૂબી જતા મોત નીપજ્યા હતા. સાગર ખોડાભાઈ દાફડા, ભાર્ગવ રમેશભાઈ રાઠોડ, નરેન્દ્ર પ્રેમજીભાઈ વાળા, કૌશિક મૂળજીભાઈ રાઠોડ નામના ચારે યુવાનો જીગરજાન મિત્રો હોય ચારે ગઈકાલે દિવસ દરમિયાન પોતાના બાઈક લઇ અમરેલીમાં અલગ અલગ કામની ખરીદી કરવા આવેલ હોય અને ખરીદી કરી બાઈક લઇ પોતાના વતન મીઠાપુર ડુંગરી પરત જવા નીકળેલ હોય પરંતુ આ ચારે યુવાનો મોડે સુધી પોતાના ઘેર ન પહોંચતા અને મોબાઈલ સ્વીચ ઓફ આવતા પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી.

મોડી સાંજના ચેકડેમ નજીક ચારે યુવાનોના કપડા અને બાઈક પડ્યા હોવાનું અને ડૂબી ગયાનું અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે કોઈએ જાણ કરતા ફાયર ઓફિસર સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ભારે શોખોળ ના અંતે ચારે યુવાનોની લાશ બહાર કાઢી પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં રવાના કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ રાજકીય આગેવાનોને થતા ઘટતું તુરંત પૂર્ણ કરવા સરકારી અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી. ચારેય યુવાનોના પાર્થિવ દેહ મીઠાપુર ડુંગરી ગામે તેમના પરિવારજનોને સોંપવામાં આવતા આખા ગામમાં ગમગીની પ્રસરી ગઈ હતી ચારે યુવાનોની અર્થી એક સાથે ઉઠતા ગામમાં હૈયાફાટ રૂદનો સર્જાયા હતા.

આ ઘટના તંત્ર માટે શરમજનક હતી તંત્ર દ્વારા ચારે યુવાનોના પાર્થિવદેહ સબ વાહિનીને બદલે ટ્રેક્ટરમાં નાખી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની વધુ તપાસ અમરેલી તાલુકા પોલીસ ચલાવી રહી છે.

બીજી તરફ ધોરાજીના ઉપલેટા નેશનલ હાઈવે સુપેડી ગામ નજીક આજરોજ વહેલી સવારે પીજીવીસીએલની ૩૦ થી ૪૦ જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગ ને કામગીરી હાથ ધરવાની હતી ત્યારે ધોરાજી તાલુકાના સુપેડી વિસ્તારમાં ચેકિંગ તરફ જતા પીજીવીસીએલના કર્મચારીઓ સાથે ધોરાજીની વિડીયોગ્રાફી ટીમ સાથે હતી જેમની ગાડી અચાનક ઉપલેટા નેશનલ હાઈવે ઉપર ડિવાઈડર સાથે ટકરાતા ગાડી ચાલકે કાબુ ગુમાવી દેતા ગાડીમાં બેસેલા છ માંથી ચારને ગંભીર જ્યાં પહોંચતા તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાસેડવામાં આવેલ જેમાં ચાર વિડીયોગ્રાફી કેમેરામેનનું અવસાન થયું છે જ્યારે બેને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ના દાખલ કરવામાં આવ્યા છે.

પીજીવીસીએલના અધિકારીઓ જણાવેલ કે ધોરાજી થી સુપેડી ગામ જવા ના રસ્તે ઈનોવા કાર માં છ વ્યક્તિ સવાર હતા અને ઈનોવા કાર કોઈ કારણસર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવર ચલાવતો વ્યક્તિ ને અને અન્ય એક વ્યક્તિ ને ગંભીર ઈજા પહોંચી  હતી. અને આ અકસ્માત માં ચાર વ્યક્તિઓ  નાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

આ અકસ્માતને લઈને ધોરાજી તાલુકા પોલીસ તંત્ર અને નેશનલ હાઇવેની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી તાત્કાલિક ઇજાગ્રસ્તો અને મૃતકોને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચાર વ્યક્તિ નાં મૃતદેહ ને પી એમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બે વ્યક્તિ ને ગંભીર ઈજા પહોંચી હતી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

મૃતકોમાં વલ્લભભાઈ રૂઘાણી, કિશોરભાઈ હિરાણી, આશીફભાઈ, આફતાબભાઈનો સમાવેશ થાય છે.

ઈજાગ્રસ્તો રશ્મિન ગાંધી, ગૌરાંગ રૂઘાણીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉપરોક્ત બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh