Advertisement
Author: નોબત સમાચાર

સલાયા રોડ પર અંડરબ્રિજના અટકેલા કામ અંગે નવેસરથી પ્લાન-નક્શો બનાવવા સૂચના

સાંસદ પૂનમબેન માડમ દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૭: સલાયા રોડ પર કરોડોના ખર્ચે અંડરબ્રિજ રેલવે તંત્ર દ્વારા બની રહ્યો હોય, તે કામ હાલ બંધ હોય, તથા આ કામ પૂર્ણ થવામાં અંડરબ્રિજનો છેડો મિલન ચાર રસ્તા પરના રોડ સુધી ખૂબ જ આગળ આવતા દુકાનદારો, લોકોને પ્રશ્ન થતા હોય, સાંસદ પૂનમબેન માડમ દ્વારા રેલવેના ઉચ્ચ ઈજનેરો તથા અધિકારીઓને બોલાવીને તેમની સાથે બેઠક ગોઠવીને તથા અસરકર્તાની રજૂઆતો પરથી નવો પ્લાન-નક્શો સુધારા સાથે બનાવવા આદેશ કર્યો હતો. આ પ્રશ્ન હલ થવાથી રેલવે ફાટક પાસેના લોકો તથા આગેવાનોએ ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરી સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં અગ્રણી તથા લાયન્સ ક્લબ પ્રમુખ પરબતભાઈ ગઢવી વિગેરે આગેવાનો જોડાયા હતાં.

રેલવે અંડરબ્રિજનું કામ ઝડપથી ચાલુ કરીને પૂર્ણ કરે તે માટે પણ સૂચના આપવામાં આવી હતી. ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજ્યના પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh