Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જીએસટી કચેરીમાં બાયોમેટ્ર્ીકસ સુવિધાનો આરંભ

ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને સફળતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાના વેપારીઓ-ઉદ્યોગકારો કે જેમને નવા જીએસટી નંબર લેવા માટે બાયોમેટ્રીક્સ માટે જુનાગઢ જવું પડતુ હતું. કયારેક સર્વરની ખામી કે સિસ્ટમ બંધ હોવાના કારણોસર વેપારીઓ-ઉદ્યોગકારોને જુનાગઢ ધક્કા ખાવા પડતા હતા.

આ સંજોગોમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. જેના કારણે જામનગરની જીએસટી કચેરીમાં તા. ૨૬-૧-૨૬થી દર ગુરૂવારે અને શુક્રવારે સવારે ૧૦:૩૦ થી સાંજે ૬ વાગ્યા સુધી બાયોમેટ્રીકસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જિલ્લા સેવા સદન, બીજો માળ, લાલ બંગલા, જામનગરમાં આ સુવિધાનો આરંભ કરવામાં આવતા ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને સફળતા મળી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh