Advertisement
Author: નોબત સમાચાર

અનિલ અંબાણીની પ૦ કંપની પર ઈડીના દરોડાઃ ત્રણ હજાર કરોડનું કૌભાંડ

સેબીએ પણ રિલાયન્સ હોમ ફાયનાન્સ સંબંધિત ગેરરીતિનો રિપોર્ટ રજૂ કર્યો હતો

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ર૪: અનિલ અંબાણીની પ૦ કંપની પર ઈ.ડી. ત્રાટકી છે, અને ૩પ સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. ૩૦૦૦ કરોડની કથિત લોન ફ્રોડનો આ મામલો છે, જેમાં ડિફોલ્ટર ઉદ્યોગપતિ દ્વારા સેલ કંપનીઓને નાણા ટ્રાન્સફર કરવાનો આક્ષેપ છે.

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણીની પ૦ કંપનીઓ અને ૩પ સ્થળો પર ગઈકાલે બુધવારે દરોડા પાડ્યા હતાં. યસ બેંક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતાં. સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી બે એફઆઈઆર અને સેબી, નેશનલ હાઉસિંગ બેંક, બેંક ઓફ બરોડા, અને એનએફઆરએ સહિતની એજન્સીઓની બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

ઈ.ડી.ની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, અનિલ અંબાણી ગ્રુપે ર૦૧૭ અને ર૦૧૯ માં યસ બેંક પાસેથી રૂ. ૩૦૦૦ કરોડની લોન લીધી હતી જેને શેલ કંપનીઓ અને ગ્રુપની અન્ય કંપનીઓમાં ગેરકાયદે રીતે ટ્રાન્સફર કરી હોવાનો આરોપ હહતો. તપાસમાં જાણવા મળ્યું કે, યસ બેંકના અધિકારીઓ અને તેના પ્રમોટરસને લાંચ આપવામાં આવી હતી. એજન્સીની તપાસમાં યસ બેંકની લોન મંજુરી પ્રક્રિયામાં ભારે ખામીઓ જોવા મળી હતી. ક્રેડિટ ડોક્યુમેન્ટ્સ, અનુપાલનની ખામી, તેમજ જે કંપનીઓને આટલી મોટી રકમની લોન આપવામાં આવે તેના નબળા ફંડામેન્ટલ્સ અને ડિરેક્ટર્સ. વગેરે ક્ષતિઓ જોવા મળી હતી. જેમં લોનની શરતોનું ઉલ્લંઘન, ખાતાઓમાં ગેરરીતિ અને લોન મંજુરીના દિવસે અથવા તે પહેલા જ ચૂકવણી થઈ હોય તેવા કિસ્સાઓ પણ જોવા મળ્યા હતાં.

ઈ.ડી.એ ડિફોલ્ટર અનિલ અંબાણીની પ૦ કંપનીઓ અને રપ લોકોની તપાસ હાથ ધરી છે. સેબીએ પણ રિલાયન્સ હોમ ફાઈનાન્સ સંબંધિત ગેરરીતિ દર્શાવતો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ દરોડા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટની કલમ ૧૭ હેઠળ પાડવામાં આવ્યા હતાં.

ઈ.ડી.એ ડિફોલ્ટર અનિલ અંબાણીની પ૦ કંપનીઓ અને રપ લોકોની તપાસ હાથ ધરી છે. સેબીએ પણ રિલાયન્સ હોમ ફાઈનાન્સ સંબંધિત ગેરરીતિ દર્શાવતો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ દરોડા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટની કલમ ૧૭ હેઠળ પાડવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh