Advertisement
Author: નોબત સમાચાર

ભારતે પાકિસ્તાન આર્મીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પણ કરી દીધી બ્લોકઃ પ્રતિબંધ લગાવાયો

૫ાકિસ્તાનની કેટલીક હસ્તીઓ અને રક્ષામંત્રી પછી

                                                                                                                                                                                                         

નવી દિલ્હી તા. ૧: પાકિસ્તાનને વધુ એક ઝટકો આપતા ભારત સરકારે આજે પાક. આર્મીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ બ્લોક કરી દીધી છે.

પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત પાકિસ્તાન સામે કડક નિર્ણયો લઈ રહ્યું છે અને બુધવારે સાંજે ભારતે પોતાના એર સ્પેસ પાકિસ્તાન માટે બંધ કરી દીધા અને આજે સવારે પાકિસ્તાનના આઈએસપીઆર ઓફિશિયલ યુટ્યુબ ચેનલને પણ ભારતમાં બ્લોક કરી દીધા છે.

આ પહેલ કેન્દ્ર સરકારે પાકિસ્તાનની અનેક હસ્તીઓના યુટ્યુબ ચેનલ અને પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ બ્લોક કરી દીધું હતું. ભારતમાં હવે ડોન સહિત ૧૬ પાકિસ્તાની યુટ્યુબ ચેનલ બ્લોક છે.

ભારતે ભારતીય સેના, ભારત સરકાર, ભારતીય સુરક્ષા એજન્સી સામે ખોટી ભ્રામક, જુઠ્ઠી અને ભડકાઉ સૂચનાઓ પ્રસારિત કરવાને લઈને પાકિસ્તાનના યુટ્યુબ અને એક્સ હેન્ડલને ભારત માટે બ્લોક કરવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનિય છે કે, ભારતે પાકિસ્તાન માટે પોતાના એર સ્પેસ પણ બંધ કરી દીધું છે. ભારતે આ સંદર્ભમાં ૩૦ એપ્રિલે નોટીસ ટુ એરમેન એટલે એનઓટીએએમ પણ જાહેર કર્યું અને ર૩ મે સુધી આ લાગુ રહેશે. નોટમ જાહેર થયા પછી પાકિસ્તાનની કોઈપણ એરલાઈનનું કોઈપણ વિમાન ભારતના એર સ્પેસમાં ઘૂસી નહીં શકે. ભારતીય એર સ્પેસ બંધ થવાથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે ભારતીય એર સ્પેસ બંધ થયા પછી પાકિસ્તાની એરલાઈન્સને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં જવા માટે શ્રીલંકા અને ચીનના એરસ્પેસમાં એન્ટ્રી કરવી પડશે. આવું કરવાથી હવાઈ રસ્તો લાંબો થઈ જશે, જેના કારણે એરલાઈન્સનો ખર્ચ વધી જશે. ખર્ચ વધશે તો એરલાઈન્સ ટિકિટ મોંઘી થશે, જેનું ભારણ એરલાઈન્સ અને લોકોના ખિસ્સા પર પડશે અને લોકોનો સમય પણ બગડશે.

આ પહેલા ભારતે પાકિસ્તાની કલાકારોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે, જેમાં માહિરા ખાન અને હાનિયા આમીર પણ સામેલ છે. પ્રતિબંધિત પાકિસ્તાની હસ્તીઓમાં અલી ઝફર, સનમ સઈદ, બિલાલ અબ્બાસ, ઈકર અઝીઝ, આયઝા ખાન, ઈમરાન અબ્બાસ અને સઝલ અલીના નામ પણ સામેલ છે. પાકિસ્તાનના પ્રમુખ ચેનલ જેવા કે. હમ ટીવી, એઆરવાય ડિજિટલ અને જીયો ટીવી ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh