Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહા૫ાલિકાનું વધુ એક અણઘડ સંચાલનનો નમૂનો: અરજદારોને હાલાકી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર મહાનગર પાલિકાની જન્મ-મરણના દાખલા કાઢી આપવાની શાખામાં અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આજે વિપક્ષના કોર્પોરેટરે અરજદારોની મુલાકાત કરી તેની સમસ્યાઓને વાચા આપવા પ્રયાસ કર્યો હતો. અને જરૂર પડ્યે ઉપવાસ આંદોલન કરવાની ચિમકી પણ આપવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં દાખલો મેળવવા માટે એક નકલનાં પાંચ રૂપિયા લેવામાં આવતા હતા, જે બાબતનો જનરલ બોર્ડનો ઠરાવ પણ છે, પરંતુ સરકારે તાજેતરમાં નકલ માટે ભાવ વધારે કરતા હવે એક નકલના ૭૦ રૂપિયા લેવામાં આવતા હોવાની ફરિયાદ વિપક્ષના કોર્પોરેટર આનંદ રાઠોડે કરી હતી. તેમને આજે જન્મ - મરણ શાખાની મુલાકાત લીધી હતી અને અરજદારોની સમસ્યા જાણી હતી. જો અરજદાર કોઈ દાખલો કઢાવવા માટે આવે તો જો સીધીલીટીમાં આખુ નામ હોય તો જ દાખલો કાઢી આપવામા આવે છે. જયારે સર્વર ડાઉન સહિતના કારણો ને કારણે અરજદારને ૪ થી ૫ કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે. કોર્પોરેટર આનંદ રાઠોડના જણાવ્યા મુજબ કમિશ્નર અને જામનગર મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ સમક્ષ અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ દાદ આપતું નથી. આમ, આગામી દિવસોમાં જરૂર પડયે ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh