Advertisement
Author: નોબત સમાચાર

ઓશવાળ સ્કૂલમાં પ્રજાસત્તાક દિને ધ્વજવંદન

ઓશવાળ શિક્ષણ અને રાહતસંઘ સંચાલિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંચાલિત ૪૫-દિગ્વિજય પ્લોટમાં આવેલ ઓશવાળ સ્કૂલમાં પ્રજાસત્તાક પર્વ ર૬ જાન્યુઆરીની ઉજવણી દરમિયાન ઓશવાળ સ્કૂલ સંચાલન સમિતિના પ્રમુખ દીપેનભાઈ શાહ, ઉપપ્રમુખ રાહુલભાઈ શાહ, માનદમંત્રી યતિનભાઈ શાહ, ખજાનચી સંદીપભાઈ શાહની ઉપસ્થિતિમાં ધ્વજવંદન ઓશવાળ સ્કૂલના સભ્ય રાજેનભાઈ શાહના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘના મુંબઈના અશોકભાઈ મારૂ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તદ્ઉપરાંત ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંચાલિત વિવિધ પેટા સમિતિઓના રીતેશભાઈ ધાનાણી, મહેશભાઈ ખીમાસીયા, મહાવીરભાઈ હરાણીયા, સોનલબેન શાહ, દક્ષાબેન હરિયા, હર્શીલભાઈ હરિયા, જયભાઈ શાહ, દિપેશભાઈ હરિયા, કેવલભાઈ હરાણીયા હાજર રહેલ અને સમગ્ર કાર્યક્રમ નિહાળી બાળકોને બિરદાવ્યા હતાં. આ પ્રસંગને અનુરૂપ દેશભક્તિના કાર્યક્રમ તેમજ વક્તવ્યો આપવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના પ્રિન્સિપાલ નેહાબેન સુરાની તેમજ વાઈસ પ્રિન્સિપાલ કિંજલબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh