Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ ધરોહર દિવસની ઉજવણી અંતર્ગત
રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્ત્વ અને સંગ્રહાલય ખાતું ગુજરાત સરકાર હેઠળ પુરાતત્ત્વીય સંગ્રહાલય જામનગરમાં તા. ૧૮ એપ્રિલના 'વિશ્વ ધરોહર દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંર્તગત સંગ્રહાલયમાં સાંજે ૪:૦૦ થી ૭:૦૦ દરમિયાન *ડાયરી કવર પેઈન્ટીંગ વર્કશોપ*નું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં ૮ થી ૧૬ વર્ષની ઉંમરના બાળકોને સુ.શ્રી ગીતા રાઠોડ દ્વારા ડાયરીનાં મુખ્ય પૃષ્ઠ ઉપર કેનવાસનું આવરણ ચડાવીને તેની ઉપર વિવિધ સ્કેચ પેઈન્ટીંગ બનાવતાં શીખડાવવામાં આવ્યું હતું. બાળકોના અભ્યાસ અર્થે જામ રણજીતસિંહજીનું પ્રોટ્રેટ ડાયરીના કવર પર ચિત્ર તૈયાર કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ બાળકો દ્વારા સંગ્રહાલયમાં પ્રદર્શિત વિવિધ પુરાતત્ત્વીય અમૂલ્ય કલાકૃતિ/મૂર્તિનાં સ્કેચ ડાયરીના કવર પર તૈયાર કરવામાં આવ્યા હતા. વર્કશોપમાં કુલ ૨૦ જેટલાં બાળકોએ ભાગ લીધો હતો.
સંગ્રહાલયના ક્યુરેટર ડો. ધીરજ વાય. ચૌધરીએ જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક વારસો માનવ સભ્યતાની વિવિધતા અને ઈતિહાસને પ્રતિબિંબિત કરે છે. વિશ્વ ધરોહર દિવસ'ની ઉજવણીનો મુખ્ય હેતુ સમાજમાં ઐતિહાસિક ધરોહરની ભૂમિકા, શિક્ષા, સંસ્કૃતિ અને વિરાસતનું સંરક્ષણ તથા સમાજમાં જાગૃતી લાવવાનો છે. વિશ્વ સંગ્રહાલય દિવસ નિમિત્તે બાળકો અને મુલાકાતીઓને સંગ્રહાલયના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને આ વર્કશોપમાં જામનગરના મુલાકાતીઓ તથા સંગ્રહાલયના કર્મચારીગણ હાજર રહૃાાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial