Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંગણવાડીઓના નાના ભૂલકા પણ રંગે રમ્યાઃ
ખંભાળિયા તા. પઃ ખંભાળિયા શહેર તથા ગ્રામ્ય પંથકમાં ધૂળેટી 'રંગોત્સવ'ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.
ખંભાળિયામાં ધૂળેટી પર્વની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ યુવાનો બાઈક તથા ટુ વ્હીલરમાં અને નાના બાળકો સાયકલમાં કલરની થેલીઓ, નાની-મોટી પિચકારીઓ લઈ નીકળી પડ્યા હતાં. હોલી હૈ ના નારા સાથે રંગો ઊડાડતા નીકળતા રસ્તાઓ રંગીન થઈ ગયા હતાં.
કેટલાક યુવાનો પાકા રંગના ફૂગ્ગા પાણી સાથે ભરીને નીકળ્યા હતાં. દિવસો સુધી ધૂળેટીની ઉજવણી યાદ રહે તેવા રંગો લગાડતા પણ દેખાયા હતાં. મોટી ઉંમરના પ્રૌઢ તથા વૃદ્ધો પણ નાની પડીકીમાં રંગ લઈ તેમના હમ ઉમ્ર મિત્રોને તિલક કરીને રંગ ઉત્સવ ઉજવતા નજરે પડતા હતાં. મિત્રોની ટોળીઓ પણ રંગોત્સવ ઉજવવા નીકળી હતી.
દ્વારકા જિલ્લાની આંગણવાડીઓમાં પણ નાના ભૂલકઓએ હોળી રંગોત્સવની ઉજવણી કરી હતી. રંગોની રંગોળીઓ સાથ નાના ભૂલકાઓએ રંગ ઊડાડીને રંગોત્સવની મઝા સામૂહિક રીતે માણી હતી. ગ્રામ્ય પંથકમાં પરંપરાગત કેશુડાના ફૂલ ઉકાળીને તેનો રંગ બનાવીને પિચકારીઓ ભરીને તેમજ ગ્રામ્યજનોએ ગુલાલ ઊડાડી રંગોત્સવ ઉજવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial