Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકઃ
જામનગર તા. ૨૯: જામનગર જિલ્લામાં વાહન અકસ્માતોમાં ઘટાડો લાવવાના ઉદ્દેશ્ય સાથે નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધિક કલેક્ટરે જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે લેવાના થતા વિવિધ પગલાંઓ અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકની શરૂઆતમાં અધિક કલેક્ટરશ્રીએ અગાઉની બેઠકમાં સોંપવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ, તેમણે જામનગર જિલ્લાના અકસ્માત સંભવિત વિસ્તારો જેવા કે સોયલ કેનાલ, વાંકીયા, શેખપાટ પાટિયા, જાંબુડા પાટીયા, ફલ્લા સર્કલ, લાલપુર ચોકડીથી મોરકંડા, કનસુમરા પાટીયાથી સાંઢીયા પૂલ, વસઈ પાટીયા, મોટી ખાવડી અને મેઘપર બસ સ્ટોપ પાસે તાત્કાલિક રોડ સાઈનેજીસ લગાવવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.
વધુમાં, માર્ગ અકસ્માતોના સ્થળોની તપાસ, બ્લેક સ્પોટ્સ પર અકસ્માતો ઘટાડવા માટેના ઉપાયો, જોખમી ડ્રાઇવિંગ, ઓવર સ્પીડિંગ, રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને રેડિયમ રિફ્લેક્ટર વગરના વાહનો અંગે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
શ્રી ખેરે શાળા-કોલેજો અને જાહેર સ્થળોએ માર્ગ સલામતી કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ વધારવા, વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા અને જિલ્લા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં આર.ટી.ઓ. કે.કે. ઉપાધ્યાયે પ્રેઝન્ટેશન દ્વારા સંબંધિત માહિતી રજૂ કરી હતી.
આ બેઠકમાં આરટીઓ, જામનગર મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, પીજીવીસીએલ, નેશનલ હાઈવે ઓથોરિટી અને જી.એસ.આર.ટી.સી. સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial