Advertisement
Author: નોબત સમાચાર

કાર સાથે ગાય ટકરાઈ જવાના કિસ્સામાં વળતરનો થયો આદેશ

કંચનપુર પાસે થયો હતો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના એક આસામીની મોટર સાથે ખંભાળિયાના કંચનપુર પાસે ગાય ટકરાઈ પડી હતી. તેના નુકસાન અંગે વળતર ચૂકવવા વીમા કંપનીએ ઈન્કાર કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે રૂ।.૮ લાખથી વધુનું વળતર વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યાે છે.

જામનગરના રાહુલ જયંતિભાઈ ટાકોદરાની મોટર ખંભાળિયાના કંચનપુર પાસેથી પસાર થતી હતી ત્યારે એક ગાય તેની સાથે ટકરાઈ પડતા મોટરમાં નુકસાન થયું હતું. વીમા કંપનીએ પોલિસીની શરતનો ભંગ થયાનું જણાવી વળતર ચૂકવવાનો ઈન્કાર કર્યાે હતો.

વળતર મેળવવા માટે જામનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં રાહુલ ટાકોદરાએ ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે ૮૦૩૫૭૭ની રકમ છ ટકા વ્યાજ સાથે તથા રૂ।.પ હજાર ફરિયાદ ખર્ચના અલગથી ગણી ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ફૈઝાન કોરડીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh