Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.દોઢેક લાખ ઓળવી લીધાની ફરિયાદઃ
જામનગર તા. ૧૮: જામનગર નાગરિક બેંકના એજન્ટ સામે વિશ્વાસઘાતની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં આરોપીનો છૂટકારો થયો છે. તેણે ૬૩ ખાતેદારના રૂ.દોઢ લાખથી વધુ ઓળવ્યાની રાવ કરાઈ હતી.
જામનગર નાગરિક સહકારી બેંકમાં અગાઉ એજન્ટ તરીકે કામ કરતા કમલેશ ડાયાલાલ વાડોલીયા નામના એજન્ટે વર્ષ ૧૯૯૯માં ૬૩ ખાતેદાર પાસેથી રૂ.૧,૫૬,૭૫૪ મેળવ્યા હતા.
ત્યારપછી કમલેશે તે રકમ ખાતેદારોના ખાતામાં જમા કરાવવાની બદલે વાપરી નાખ્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ મનોજ એસ. ઝવેરી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial