Advertisement
Author: નોબત સમાચાર

ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચેરમેન ઈલેવન બની ચેમ્પિયન

જામનગરમાં જૈન યંગ ક્રિયેટીવ ગ્રુપ દ્વારા યોજાયેલી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર શહેર ના સમસ્ત જૈન સમાજ ના જૈન યંગ ક્રિયેટીવ ગ્રુપ દ્વારા તા. ૨૯, ૩૦, ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરીના રોજ સુમેર સ્પોટર્સ કલબ, જામનગર માં  ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના આયોજક  દર્શનભાઈ શેઠ,  દર્શનભાઈ વોરા અને  ધન્યભાઈ શાહ તેમજ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર પરાગભાઈ નાથાલાલ હરીયા ના સહયોગ થી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ૧૬ ક્રિકેટ ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જે ક્રિકેટ ટુર્નામેન્ટ માં અતિથી વિશેષ તરીકે. ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા,  ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી  નિલેશભાઈ કગથરા, શહેર અધ્યક્ષ બિનાબેન કોઠારી, સુમેર સ્પોટર્સ કલબના પ્રમુખ રાજુભાઈ શેઠ,  ચેતનભાઈ શાહ,  ભરતભાઈ પટેલ,  અજયભાઈ શેઠ,  સુશીલભાઈ કામદાર,  અશ્વીનભાઈ તથા વિવિધ જ્ઞાતિઓના પ્રમુખો અને કમિટી સભ્યોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં  હાજરી આપી હતી.

આ ટુર્નામેન્ટમાં જૈન સમાજના લોકો તથા અન્ય સમાજના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત થઈને ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઈનલ મેચમાં ચેરમેન ઈલેવન અને ફેન્ટમ ઈલેવન વચ્ચેના રોમાંચક મેચ રમાયેલ હતો, જેમાં ચેરમેન ઈલેવન ટીમના કોચ  ચેરમેન નિલેશભાઈ કગથરા અને કેપ્ટન  જતીનભાઈ મહેતાના નેતૃત્વ હેઠળ ટીમનું સંચાલન કરવામાં આવ્યું અને ટુર્નામેન્ટના ફાઈનલમાં ચેરમેન ઈલેવન ટીમનો ૨૩ રન થી ટુર્નામેન્ટમાં  વિજય થયો હતો. આ ફાઈલન મેચમાં મેન ઓફ ધી મેચ ચેરમેન ઈલેવન ટીમના  રાકેશભાઈ પઢીયાર બન્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh