Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજથી દોઢ મહિના સુધી યથાવત રહેશે ભરતીની કસોટીઃ ૪૨ હજાર ઉમેદવારોનું ઉમટશે
જામનગરમાં ગઈકાલે રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવનું આગમન થયું હતું. તેઓએ ગઈકાલે બપોરે સરૂ સેક્શન રોડ સ્થિત પોલીસ હેડકવાર્ટરમાં ઉપસ્થિત રહી પોલીસ ભરતી પ્રક્રિયાની તૈયારીઓ નીહાળી હતી. આ વેળાએ એસપી ડો. રવિમોહન સૈની તેમજ ચેલા સ્થિત એસઆરપી ગ્રુપ-૧૩ના સેનાપતિ કોમલ વ્યાસ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આજથી ભરતી અન્વયે ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ થઈ રહી છે. દોઢ મહિના સુધી આ પ્રક્રિયા યથાવત રહેશે જેમાં ૪ર હજારથી વધુ ઉમેદવારો પોલીસદળમાં ભરતી જવા માટે કસોટી આપશે. હેડકવાર્ટરમાં રનીંગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ઉમેદવારો માટે કેન્ટીન અને શૌચાલયની વ્યવસ્થા પણ કરાઈ છે. ભરતી પ્રક્રિયા વખતે ૧૦૮ની ટીમ તેમજ પેરામેડિકલ સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. ઉપરોક્ત તમામ વ્યવસ્થા અંગે રેન્જ આઈજીએ તલસ્પર્શી વિગતો મેળવી જરૂરી સૂચન કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial