Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્રના પાલઘરથી દ. ગુજરાતના દરિયામાં માછીમારો દ્વારા વીડિયો ઉતારાયોઃ કેન્દ્રીય એજન્સીઓ દોડી ગઈઃ તપાસ શરૂ
અમદાવાદ/૫ાલઘર તા. ૨૧: ગુજરાતના દરિયામાં એક રહસ્યમય વર્તુળે દેખા દેતા તેનો વીડિયો ઉતરાયા પછી કેન્દ્રીય એજન્સીઓ આ દરિયાઈ ઘટાનાની તપાસ તથા સંશોધન-નિરીક્ષણ કરવા દોડી ગઈ છે. દરિયામાં કાદવવાળુ પાણી ઉકળતું હોય તેવા દૃશ્યોથી માછીમારોમાં ગભરાટ ફેલાયો છે.
મહારાષ્ટ્રના પાલઘર નજીકના ગુજરાતના દરિયાકાંઠે અચાનક ઉકળતા પરપોટા, કાદવવાળું પાણી અને સમુદ્રની મધ્યમાં એક વિશાળ વર્તુળ દેખાયું છે. આ રહસ્યમય દૃશ્ય જોઈને માછીમારો સ્તબ્ધ થઈ ગયા હતા. અને વીડિયો ઉતાર્યો હતો.
ઊંડા સમુદ્રમાં ઝડપથી ફરતા પાણી અને ઉકળતા પરપોટાએ બધાને ડરાવી દીધા છે. આ ઘટના ૧૧ જાન્યુઆરીએ બની હતી, જ્યારે વસઈના પચુબંદરથી એક માછીમારી બોટ આ ખતરનાક પ્રવાહમાં ફસાઈ ગઈ હતી.
ગુજરાત નજીક અરબી સમુદ્રમાં પાણી અચાનક ઉકળવા લાગ્યું, પરપોટા ઉછળવા લાગ્યા. માછીમારોના આ વીડિયોએ હંગામો મચાવ્યો છે. સંભવિત કારણોમાં દરિયાઈ તળમાંથી મિથેન ગેસ લીકેજ, ભૂકંપની ગતિવિધિ અથવા પાઇપલાઇન લીકેજનો સમાવેશ થાય છે.
પાલઘર વહીવટીતંત્રે તપાસ શરૂ કરી છે. આઈએનસીઓઆઈએસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. માછીમારોને આ વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં સામે આવેલા અહેવાલો મુજબ, દરિયાના અમુક ચોક્કસ વિસ્તારમાં પાણી જાણે 'ઉકળી' રહૃાું હોય તેમ મોટા પાયે પરપોટા અને ફીણ જોવા મળી રહૃાા છે. આ દૃશ્યો જોઈને સ્થાનિક માછીમારોમાં ગભરાટ ફેલાયો છે અને તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
વિસ્તૃત મીડિયા અહેવાલો અનુસાર, પાલઘર જિલ્લાના માછીમારો જ્યારે દરિયામાં માછીમારી કરી રહૃાા હતા ત્યારે તેમણે જોયું કે સમુદ્રના એક મોટા હિસ્સામાં પાણીનું વલોવણું થઈ રહૃાું છે. જાણે નીચે કોઈ જ્વાળામુખી ફાટયો હોય અથવા મોટા પાયે ગેસ છૂટો પડી રહૃાો હોય તેમ સપાટી પર સતત પરપોટા નીકળી રહૃાા છે. માછીમારોએ આ ઘટનાનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જે બાદ તંત્રના ધ્યાને આ બાબત આવી હતી.
પાલઘર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'આ ઘટના અત્યંત અસામાન્ય છે. અમને મળેલા વીડિયો અને રિપોર્ટ્સ મુજબ, ગુજરાતના કિનારા નજીક અને પાલઘરની હદમાં આ પ્રકારની ગતિવિધિ જોવા મળી છે. આ કોઈ સામાન્ય મોજા નથી પરંતુ પેટાળમાં થઈ રહેલી કોઈ મોટી ગતિવિધિનો સંકેત છે. અમે કોસ્ટ ગાર્ડ, મેરીટાઈમ બોર્ડ અને ઓએનજીસીને તાત્કાલિક જાણ કરી છે.'
પાલઘર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સેલના વડા વિવેકાનંદ કદમના મતે, આ ઘટના 'અસામાન્ય' છે. પ્રારંભિક અંદાજ સૂચવે છે કે તે સમુદ્રમાં ઊંડા ગેસ લીકેજ, કોઈ પ્રકારની ભૂસ્તરશાસ્ત્રીય હિલચાલ અથવા ઓએનજીસી પાઇપલાઇનમાં લીકેજને કારણે હોઈ શકે છે. જો કે, આ બધી માત્ર અટકળો છે. હાલમાં, દરિયાઈ અધિકારીઓ સાથે સંકલનમાં, આ વિસ્તારમાં મુસાફરી કરતી બોટ અને જહાજોને ખાસ સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે.
મત્સ્યઉદ્યોગ વિભાગના સહાયક કમિશનર દિનેશ પાટીલે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને રાષ્ટ્રીય સમુદ્રશાસ્ત્રી સંસ્થા (એનઆઈઓ) ને આ ઘટનાની જાણ કરવામાં આવી છે. નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે આ ઘટના ભૂકંપ સાથે સંબંધિત નથી. એનઆઈઓ ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સોનિયા સુકુમારને ઇમેઇલ દ્વારા જણાવ્યું હતું કે ઘટનાનું સાચું કારણ નક્કી કરવા માટે ભૂ-ભૌતિક અભ્યાસ જરૂરી છે.
વહીવટીતંત્રે આ અંગે હાઇ એલર્ટ જારી કર્યું છે. એવી શંકા છે કે આ સમુદ્રતળમાંથી ગેસ લીકેજ અથવા અન્ય કોઈ ભૂસ્તરશાસ્ત્રી પ્રવૃત્તિનો સંકેત હોઈ શકે છે. સરકારે તપાસ માટે ખાસ ટીમો તૈનાત કરી છે. સલામતીના કારણોસર, માછીમારોને આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે અને જહાજોને તેમના રૂટ બદલવાની સલાહ આપવામાં આવી છે.
આ વિસ્તાર શિપિંગ રૂટ અને મુખ્ય માછીમારીના સ્થળોની ખૂબ નજીક છે. તેમણે શંકા વ્યક્ત કરી હતી કે આ તોફાન સમુદ્રમાંથી ગેસ લીકેજ, કોઈ ભૂસ્તરશાસ્ત્રીય પ્રવૃત્તિ અથવા પાઇપલાઇન્સમાં ખામીને કારણે થઈ શકે છે. આ ઘટના અત્યંત અસામાન્ય છે અને દરિયાઈ અને ઔદ્યોગિક એજન્સીઓ દ્વારા તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. કારણની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓની તપાસ પછી નીકળનારા તારણો પર સૌની મીટ મંડાયેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial