Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત-યુ.પી.ના મુખ્યમંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો અને ગુજરાતના મંત્રીઓ રહેશે ઉપસ્થિત
દ્વારકા તા. ૨૦: ધારાસભ્ય પબુભા માણેક દ્વારા દેવી ભાગવત કથા, ચંડી મહાયજ્ઞ, ૧૦૦૮ મહારૂદ્ધ અભિષેક સહિતના આયોજન સહિત દ્વારકામાં દિવ્ય ધર્મોત્સવનો શુભારંભ થયો છે. જેમાં અનેક મહાનુભાવો સહિત મેદની ઉમટશે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે.
ઓખા મંડળનાં ભામાશા સ્વ. વિરમભા આશાભા માણેકની પ્રેરણા તથા મહાત્યાગી નેપાળીબાબાનાં આશીર્વાદથી વિશ્વશાંતિના ઉદ્દેશ્ય સાથે ધારાસભ્ય પબુભા માણેક દ્વારા યાત્રાધામ દ્વારકામાં વિરમભા આશાભા માણેક સંચાલિત ગૌશાળા પાસે નાગેશ્વર રોડ પર દેવી ભાગવત કથા, ચંડી મહાયજ્ઞ તથા ૧૦૦૮ મહારૂદ્ર અભિષેક સહિતનાં સંકલ્પોથી ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ધર્મોત્સવમાં ભારતભરમાંથી તથા નેપાળમાંથી આવેલ ૨૧ હજાર બ્રાહ્મણો દ્વારા ૫૮ કરોડ જાપ કરવામાં આવશે. જેનાથી વિશ્વશાંતિનું વાતાવરણ સાકાર કરનાર સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.
મહામંડલેશ્વર પૂ.કનકેશ્વરીદેવીજીનાં વ્યાસાસને દેવી ભાગવત કથા યોજાશે. પ્રતિદિન પૂજા, યજ્ઞ તથા સંકિર્તન સહિતનાં કાર્યક્રમો થી ધર્મનાં મહાકુંભ જેવી આભા સર્જાશે. આ ધર્મોત્સવમાં દરરોજ બહોળી સંખ્યામાં લોકો મહાપ્રસાદ લેશે.
કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતનાં સત્તાધીશો અતિથી બનશે. હાલારનાં સાંસદ પૂનમબેન માડમ તથા હાલારનાં ધારાસભ્યો સહિત રાજ્યનાં મંત્રીઓ તથા વિવિધ રાજકીય આગેવાનો વિવિધ દિવસે અતિથિ બની ધર્મોત્સવનો લાભ લેશે.
દ્વારકા શારદા પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીની આશીર્વાદાત્મક ઉપસ્થિતિ ઉપરાંત અયોધ્યા - કાશી સહિતની ધર્મનગરીઓ અને દેશ - વિદેશથી હજારો સાધુ સંતો - વિવિધ અખાડાનાં - સંપ્રદાયોનાં પ્રમુખ આચાર્યો વગેરે પણ પધારશે. અતિથિ ધર્માચાર્યોમાં શ્રી મહંત દેવેન્દ્રપ્રસાદાચાર્યજી મહારાજ વિન્દુગાદ્યાચાર્ય ચક્રવર્તી, દશરથ મહેલ,( અયોધ્યા) , શ્રી મહંત મૈથિલીરમણ શરણજી લક્ષ્મણકિલા પીઠાધીશ્વર, (અયોધ્યા) શ્રી મહંત જન્મેજયશરણજી મહારાજ રસિકપીઠાધીશ્વર, શ્રી જાનકી ઘાટ, (અયોધ્યા) શ્રી મહંત અવધેશદાસજી મહારાજ બડા ભક્તમાલ, (અયોધ્યા) શ્રી મહંત ધર્મદાસજી નિર્વાણી અની અખાડા, (અયોધ્યા) શ્રી મહંત સ્વામી છવિરામદાસજી મોટા હનુમાન મંદિર, (અયોધ્યા) જગદ્ગુરુ પરમહંસ આચાર્ય તપસ્વી છાવણી,(અયોધ્યા) શ્રી મહંત સચ્ચિદાનંદદાસજી શાસ્ત્રી મનોકામના સિદ્ધ હનુમાન પીઠ, (ઋષિકેશ)શ્રી મહંત કામતાશરણજી મહારાજ, સિયાપિયા નિવાસ (અયોધ્યા), શ્રી મહંત બાગેશ શરણજી મહારાજ (અયોધ્યા), શ્રી મહંત ગણેશાચાર્યજી મહારાજ(અયોધ્યા), શ્રી મહંત રામલખનદાસજી (ઉત્તરાધિકારી - શ્રી દિગંબર અણી અખાડા - અયોધ્યા), શ્રી મહંત સૂરજદાસજી મહારાજ, શ્રીરામનિવાસ રામકોટ (અયોધ્યા), શ્રી મહંત શુકદેવદાસજી, ફટીક શિલા આશ્રમ (અયોધ્યા), શ્રી મહંત હંસરાજદાસજી (અયોધ્યા) શ્રી મહામંડલેશ્વર સુરેન્દ્રગિરિજી વ્યાસનગર, (બનારસ) વગેરે સંતો પધારી કૃષ્ણ નગરીના ધર્મોત્સવને વધુ દિવ્યતા અર્પણ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial