Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આહિર સમાજમાં ૧૮ હજારનું સમૂહ ભોજનઃ ૩૫૨ જ્ઞાતિબંધુઓ દ્વારા રકત દાન

મકર સંક્રાંતિ પર્વે ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમોમાં આશરાનો ધર્મ-આહિર નાટકની પ્રસ્તુતિઃ સમાજના દિગ્ગજો ઉપસ્થિતઃ સમાજના યુવા ગ્રુપનું આયોજન

                                                                                                                                                                                                      

જામનગર આહિર સમાજને આંગણે આહિર યુવા ગ્રુપ દ્વારા આયોજિત મકરસંક્રાંતિના અવસરે સમૂહભોજન, રક્તદાન કેમ્પ અને આશરાનો ધર્મ આહિર ઐતિહાસિક નાટકની પ્રસ્તુતિ સહિતના કાર્યક્રમ ઉજવાયા હતાં. સંસ્કૃતિ, સેવા, સંગઠન અને ઇતિહાસના સમન્વય સમાન ત્રિવેણી સંગમ કાર્યક્રમ ઉજવાયો હતા. 'અન્ન ભેગા તેના મન ભેગા'ના ભાવ સાથે સમૂહભોજનમાં અંદાજિત ૧૮ હજારથી વધુ જ્ઞાતિજનોએ પ્રસાદગ્રહણ કરી શિસ્તતાના દર્શન કરાવ્યા હતા.

જામનગર આહિર સમાજ અને આહિર યુવા ગુપ દ્વારા તા. ૧૪-૧-૨૦૨૬ને બુધવારે મકરસંક્રાંતિના પાવન પર્વ પર સમૂહભોજન અને રક્તદાન કેમ્પ સાથે આશરા ધર્મની ઐતિહાસિક ગૌરવવંતી જીવનગાથા આધારિત સિનેમેટિક મેગા નાટક આશરાનો ધર્મ આહિર નાટક પ્રસ્તુત કરવા સહિતના ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમ ઉજવાયા હતા. જેમાં સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી ખંભાળિયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા, પૂર્વસાંસદ વિક્રમભાઈ માડમ, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, સમાજના પીઢ અગ્રણી ભીખુભાઈ વારોતરીયા, આહિર સમાજના પ્રમુખ રણમલભાઈ કાંબરિયા, મૂળુભાઈ કંડોરીયા, પ્રવીણભાઈ માડમ, કરસનભાઈ કરમુર, દેવશીભાઈ પોસ્તરિયા, લખમણભાઈ બોદર, રામદે ભાઈ કંડોરીયા, મારખીભાઈ વસરા, મેરામણભાઈ ભાટુ, વશરામભાઈ રાઠોડ, સંજયભાઈ મૈયડ, એડવોકેટ વી.એચ.કનારા, હરદાસભાઈ કંડોરીયા, હેમંતભાઈ અંબાલિયા, કોર્પોરેટર કિસનભાઈ માડમ, રાહુલ બોરીચા, જ્યોતિબેન ભારવાડિયા અને અમિતાબેન બંધિયા, મહિલા પ્રમુખ વીંજીબેન ભાદરકા, યદુવંશી પરિવારના રમેશ ચાવડા સહિતના અગ્રણીઓના હસ્તે રક્તદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જામનગર શહેરના ખૂણે ખૂણેથી સમાજના યુવાઓ અને આગેવાનો ઉમટી પડ્યા હતા. મહામૂલી માનવ જિંદગી બચાવવાના ઉદ્દેશ સાથે ૩૫૨ બોટલ જેટલું ધીંગુ રક્તદાન થયુ હતું.

દર વખતની માફક આ વખતે પણ પરંપરાગત રીતે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિસ્તબધ રીતે ૧૮,૦૦૦ થી વધુ જ્ઞાતિજનો એ પ્રસાદ ગ્રહણ કરી આહિર સમાજની પરંપરાને સવાઈ કરી હતી. આ કાર્યક્રમ સમાજ અને રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ બને તેવા લક્ષ્ય સાથે આહિર વીર દેવાયત બોદરના આશરા ધર્મની ઐતિહાસિક ગૌરવવંતી જીવનગાથા આધારિત સિનેમેટિક મેગા નાટક ''આશરાનો ધર્મ આહિર''નો પણ રાત્રે યોજાયો હતો. માલદેભાઈ આહિર, કસુંબલ કલાવૃંદ-ઉપલેટા દ્વારા જામનગરની ધરતી પર પ્રસ્તુત થયેલા આ ઐતિહાસિક નાટકને મોટી સંખ્યામાં લોકોએ ખુમારી સાથે નિહાળ્યું હતું.

જામનગર આહિર યુવા ગ્રુપના કાનાભાઈ કરંગીયા, હિતેશ ગાગલીયા, રાજુ ચોચા, રામસી કંડોરીયા, જેસા ચાવડા, સામત જોગલ, ભરત બૈડિયાવદરા, નિલેશ કનારા, અનિલ કંડોરીયા, વિજય કરમુર, જયેશ નંદાણીયા, હિતેશ કનારા, દેવા બંધિયા, નિલેશ કંડોરીયા, નારણભાઈ પોપાણીયા, લખન ડાંગર, દિપક ઝાટીયા, હેમન ચાવડા, વિજય બોદર, લાલાભાઈ, સંજય રાવલિયા, રાજુ અંબાલિયા, મહેશ ડાંગર, સહિતનાએ આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. તેમ આહિર યુવા ગ્રુપ પ્રમુખ સંજય કાંબરીયા અને મીડિયા ઇન્ચાર્જ સુરેશ વસરા તેમજ મહેશ નંદાણીયાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh