Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હલકી ગુણવત્તા-નકલી દવાઓનું મોટું નેટવર્કઃ
નવી દિલ્હી તા. રરઃ ભારતમાં વેચાતી ૧૬૭ દવાઓ ગૃણવત્તાના ટેસ્ટમાં ફેલ થઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનએ ડિસેમ્બર ર૦રપ ના અહેવાલમાં આ દવાઓને 'નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી' જાહેર કરીને લોકોને સાવધ કર્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કુલ ૧૬૭ અસુરક્ષિત દવાઓમાંથી ૭૪ સેમ્પલ કેન્દ્રિય ડ્રગ્સ એજન્સી દ્વારા ફેલ કરવામાં આવ્યા છે, જ્યારે ૯૩ સેમ્પલ વિવિધ રાજ્યોની ઓથવરિટી દ્વારા લેવામાં આવેલા ટેસ્ટમાં નબળા જણાયા છે. આ દવાઓને 'નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી' જાહેર કરવામાં આવી છે.
તપાસ દરમિયાન માત્ર હલકી ગુણવત્તા જ નહીં, પરંતુ ગંભીર પ્રકારની નકલી દવાઓનું મોટું નેટવર્ક પણ સામે આવ્યું છે. ઉતતર ભારતની ગાઝિયાબાદ લેબમાં ૪ નકલી સેમ્પલ મળી આવ્યા પછી ગુજરાતના અમદાવાદ સહિત બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પણ નકલી અને નબળી ગુણવત્તાની દવાઓના પુરાવા મળ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ દવાઓ બજારમાં પ્રચલિત અને જાણીતી બ્રાન્ડ્સના નામનો ગેરકાયદેસર ઉપયોગ કરીને બનાવવામાં આવતી હતી, જે સીધી રીતે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં સમાન છે. હાલમાં આ મામલે સત્તાધીશો દ્વારા કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.
સીડીએસસીઓ દર મહિને આવા લિસ્ટ જાહેર કરે છે, જેથી નકલી અને હલકી ગુણવત્તાની દવાઓને બજારમાંથી હટાવી શકાય. આ વખતે પકડાયેલી દવાઓ બનાવતી બિનઅધિકૃત સંસ્થાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial