Advertisement
Author: નોબત સમાચાર

ધોળકા-બગોદરા હાઈ-વે પર ગમખ્વાર દુર્ઘટનાઃ બે વાહનોની ટક્કરમાં ત્રણના મૃત્યુ

પતિ-પત્ની અને પુત્રનું પ્રાણપંખેરૂ ઉડી ગયુ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૫: અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો અકસ્માત થતા એક જ પરિવારના ૩ના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર આજે વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખવાર અકસ્માતમાં પતિ-પત્ની અને તેમના વહાલાસોયા પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ ગઇ છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે, વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતદેહોને બહાર કાઢવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ધોળકા-બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહેલી એક આઈસર ટ્રકના ચાલકે આગળ જઈ રહેલા કોઈ અજાણ્યા વાહનની પાછળ ટ્રક ધડાકાભેર ભટકાડી દીધી હતી. અકસ્માત સમયે ટ્રકની ગતિ એટલી પ્રચંડ હતી કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો.

ટ્રકમાં સવાર પરિવાર કંઈ સમજે તે પહેલા જ કાળનો પંજો તેમના પર ફરી વળ્યો હતો. અકસ્માત સજીર્ને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર પતિ, પત્ની અને તેમના પુત્રના ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂૂ ઉડી ગયા હતા. સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ૧૦૮ની ટીમે ત્રણેય સભ્યોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત આઈસર ચાલકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતા જ ધોળકા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે ધોળકાના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા છે. ઉપરાંત પોલીસ પણ હરકતમાં આવી હતી. સમગ્ર મામલે તપાસ આદરી હતી. અકસ્માત સજીર્ને નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ માટે પોલીસે હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ પોલીસે ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh