Advertisement
Author: નોબત સમાચાર

હરણી બોટકાંડની પીડિતાઓ રજૂઆત કરવા લાગી પણ અવાજ દબાવી દેવાયો!

મુખ્યમંત્રી રૂ. ૧.૧૫૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરતા હતાં ત્યારે

                                                                                                                                                                                                      

વડોદરા તા. રઃ વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમ દરમિયાન હરણી બોટકાંડની પીડિતાઓનો અવાજ દબાવી દેવાયો હોવાના અહેવાલોએ ચર્ચા જગાવી છે.

વડોદરામાં આવેલા દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આજે મુખ્યમંત્રી દ્વારા રૂ. ૧.૧પ૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતાં તે દરમિયાન અચાનક બે મહિલાઓ ઊભી થઈને પોતાની રજૂઆત કરવા લાગી હતી. જેથી મુખ્યમંત્રીએ કહ્યું કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો બેન. તમે શાંતિથી મળો. અત્યારે તમે બેસી જાવ. તમે મને મળીને જજો. હાજર પોલીસકર્મીઓ દ્વારા મહિલાઓને બેસાડી દેવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આપણે તેમની બાજુ ધ્યાન ન આપશો. તે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છે. આપણે તેના પર ધ્યાન આપવાની જરૂર નથી. ત્યારપછી કાર્યક્રમમાં હાજર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતાં.

મુખ્યમંત્રીનું ભાષણ પૂરૂ થતા ફરી બે મહિલાઓ ઊભી થઈ હતી અને હરણી દુર્ઘટના અને આવાસ નહીં મળવાની રજૂઆત કરતા બન્ને મહિલાઓને બળજબરીપૂર્વક પકડીને બહાર તગેડી મૂકવામાં હતી, જો કે પછી મહિલાઓને મળવા બોલાવી હતી.

વડોદરામાં મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમ દરમિયાન સંધ્યા નિઝામા અને સરલા શિંદેએ ન્યાય માટે માંગણી કરી હતી. મુખ્યમંત્રીના ચાલુ ભાષણમાં મહિલાઓએ કહ્યું હતું કે, દોઢ વર્ષથી મળવા માંગીએ છીએ, પરંતુ કોઈ મળવા દેતું નથી. હરણીકાંડમાં દીકરી ગુમાવનાર માતા દ્વારા રજૂઆત કરતા તેમને પોલીસે પકડીને બહાર કાઢી મૂકી હતી, જો કે બાદમાં મુખ્યમંત્રીએ બન્ને મહિલાઓને મળવા બોલાવી હતી. બન્ને મહિલાઓના પતિને પોલીસે ડિટેઈન કર્યા હોવાનું પુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh