Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુકાનમાં ઘૂસી ખંભાળિયામાં વેપારી પર હુમલોઃ
જામનગર તા. ૪: ઓખામંડળમાં રૂપેણ બંદર પર એક પ્રૌઢે જમાઈ સાથે ઝઘડો ન કરવાનું એક શખ્સને કહેતા તેમના પર આઠ શખ્સે પાઈપ, ધોકા, મુંઠથી હુમલો કર્યાે હતો. જ્યારે ખંભાળિયામાં એક દુકાનદારે એક શખ્સ પાસેથી બાકી રહેલા રૂ।. ૯૨૦ માંગતા તેની દુકાનમાં ઘૂસી ચાર શખ્સ ધોકા-ઢીકાપાટુથી તૂટી પડ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા રૂપેણ બંદર પર રહેતા ઈસ્માઈલ ભીખનભાઈ ખરાઈએ પોતાના માસીના દીકરા અબ્દુલ હુસેન ઈસબાનીને તેના જમાઈ ઈસ્માઈલ સમા સાથે ઝઘડો ન કરવા માટે કહેતા ઉશ્કેરાયેલા અબ્દુલ તેમજ સલીમ હુસેન, ઈરફાન હુસેન, અમીન દાઉદ, ઈસ્માઈલ હાસમ, ઈબ્રાહીમ હુસેન, ફરીદ હુસેન, શબ્બીર હુસેન નામના આઠ શખ્સે ધોકા-પાઈપ, મુંઠથી હુમલો કરી ઈસ્માઈલ ભીખનભાઈને માર માર્યાે હતો. દ્વારકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
ખંભાળિયાના ભઠ્ઠી ચોકમાં રહેતા સાજીદ ફિરોઝભાઈ રૃંઝાએ સોમવારે રાત્રે પાનની એક દુકાને મળી ગયેલા વિશાલ લગારીયા નામના શખ્સ પાસે પોતાના મિત્રના રૂ।. ૯૨૦ની ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા વિશાલ, ચીકુ તથા બે અજાણ્યા શખ્સે સાજીદની દુકાનમાં ઘૂસી ધોકા-ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial