Advertisement
Author: નોબત સમાચાર

પહલગામ હુમલામાં પાકિસ્તાની હથિયારોનો જ આતંકવાદીઓએ ઉપયોગ કર્યો હોવાનો ઘટસ્ફોટ

એનઆઈએની એફઆઈઆરમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો લગાવાઈ

                                                                                                                                                                                                         

નવી દિલ્હી તા. ૧: પાકિસ્તાને જ આતંકવાદીઓને  હથિયાર આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. એનઆઈએની એફઆઈઆરમાં પહલગામ હુમલા અંગે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો લગાવાઈ છે.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા મુદ્દે મોટો ખુલાસો થયો છે. એફઆઈઆરમાં ખુલાસો થયો છે કે, આ હુમલામાં આતંકવાદીઓએ પાકિસ્તાની હથિયારોનો ઉપયોગ કર્યો હતો. સરહદ પારથી  હેન્ડલર્સે હુમલાને અંજામ આપ્યો હતો. એનઆઈએ હુમલાની યોજના ક્યાં ઘડવામાં આવી હતી, તેની તપાસ કરી રહી છે. પહલગામ આતંકવાદી હુમલાની એફઆઈઆરમાં ઘણા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. જેમાં પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સે આ હુમલાનું ષડયંત્ર ઘડ્યું હતું.

તેણે આતંકવાદીઓને ભારતમાં પહોંચાડવામાં મદદ કરી હતી. હેન્ડલર્સે આતંકવાદીઓને હથિયાર ઉપલબ્ધ કરાવ્યા હતાં. આ હુમલામાં પાકિસ્તાની હથિયારોનો ઉપયોગ થયો હતો.

આ હુમલા બાદ કુલ આઠ કલમોમાં એફઆઈઆર નોંધી છે. ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૦૩, ૧૦૯, ૬૧, ૭, ૨૭, ૧૬, ૧૮ અને ૨૦ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.  પહલગામ આતંકી હુમલાની તપાસ એનઆઈએ કરી રહી છે. એનઆઈએના ચીફ બૈસરન ખીણ પહોંચી હુમલાની તપાસ કરી રહૃાા છે. સ્થાનિકોના નિવેદનો લેવાઈ રહૃાા છે. તેમજ સંદિગ્ધોની પૂછપરછ પણ થઈ રહી છે.

આ આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે. એકબાજુ પાકિસ્તાન વિશ્વ સમક્ષ ચિંતા વ્યક્ત કરી રહૃાું છે કે, ભારત ગમે-ત્યારે તેના પર યુદ્ધ કરશે. જ્યારે બીજી બાજુ પાકિસ્તાની સેના સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે. તેણે ઉરી અને અખનૂર સહિતના વિસ્તારોમાં ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, પાકિસ્તાનની સેનાના હથિયારોનો ઉપયોગ અવારનવાર ભારત વિરૂદ્ધ આતંક ફેલાવવા માટે થયો છે. જે પાકિસ્તાન આતંકવાદને સમર્થન અને પોષી રહૃાો હોવાની ખાતરી કરે છે. આતંકવાદી હુમલામાં આતંકીઓની તસવીરોમાં તેમની પાસે જોવા મળેલા હથિયારો પાકિસ્તાની સેનાના હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh