Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૭ માર્ચ, શનિવાર અને ફાગણ વદ ચોથનું રાશિફળ

મકર સહિત બે રાશિના જાતકોને ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી પ્રસન્નતા  જણાય. અગત્યના કામ ઉકેલાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપ હરો-ફરો-કામકાજ કરો, પરંતુ આપના હ્યદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન  ધીરે ચલાવવું.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૧

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપની બુદ્ધિ-આવડત-અનુભવ-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની  મીઠાશથી સરળતા રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં હરિફ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સાસરીપક્ષ-મોસાળપક્ષના કામ  અંગે ખર્ચ રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૮

 

Cancer (કર્ક: ડ-હ)

સંસ્થાકીય, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહેતા  રાહત  જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૭

 

Leo (સિંહ: મ-ટ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી શકો. કામકાજમાં  ઉતાવળ કરવી નહીં.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૩

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુંનો સહકાર મળી  રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૬

 

Libra (તુલા: ર-ત)

આપના કામની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ રહે. કામકાજ અંગે  દોડધામ-વ્યસ્તતા-શ્રમ જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનનો સહકાર મળી  રહેવાથી રાહત રહે.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૨-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા  વગર કામ કરવું.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૧

 

Capricorn (મકર: ખ-જ)

આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. અગત્યના  કામ અંગે મુલાકાત થાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમાં સાનુકૂળતા મળી રહે. નાણાકીય રોકાણ-વ્યવહારના કામકાજમાં સરળતા  જણાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામમાં ઉપરી, સહકાર્યકર, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના  કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh