Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સાત રસ્તા સર્કલ વિસ્તારમાં
જામનગર તા. પઃ જામનગર મહાનગરપાલિકાના ભાજપના શાસકોની પ્રજાલક્ષી કામો કરવાની એક અલગ સ્ટાઈલ છે. સતા પર આવ્યા પછી સાડા ચાર વર્ષે શહેરના બિસ્માર માર્ગો, કચરાના ઢગલા, કૂતરા-રખડતા ઢોરનો ત્રાસ, પાર્કિંગની અસુવિધા જેવા પ્રશ્નો પ્રત્યે લગીરેય ધ્યાન આપ્યા વગર ભપકાદાર મેળાવડાઓમાં વ્યસ્ત રહ્યાં પછી મનપાની સામાન્ય ચૂંટણીના ચાર-છ મહિના અગાઉ શાસકોને પ્રજાને સતત પિડતા પ્રશ્નો યાદ આવે છે.
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સંભવતઃ એપ્રિલના અંતમાં અથવા મે મહિનાના પ્રારંભમા યોજાશે. આથી અત્યારે શહેરના માર્ગો પર આડેધડ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નાના-મોટા ખાડા પૂરવા ડામરનો માલ ભરેલી ગાડી આવે અને ખાડા પૂરવા તેની ઉપર ઢગલો કરી દેવામાં આવે... અને રોડને સમથળ કરવાની પણ દરકાર કરવામાં આવતી નથી, જેથી નાના-મોટા ટેકરા થઈ ગયા છે.
તો... સાત રસ્તા સર્કલ કે જ્યાં નવનિર્મિત ફલાયઓવરને કલરફૂલ બનાવી આકર્ષક દેખાવ આપવામાં આવ્યો છે. તેની નીચે સાતરસ્તા ફરતેના અતિ વ્યસ્ત મુખ્ય માર્ગ ઉપર રસ્તા વચ્ચોવચ્ચ જ મસમોટો ખાડો વાહનચાલકોને પરેશાન કરી રહ્યો છે.
આ ખાડો પણ પૂરાશે, પણ ...ક્યારે અને કેવી રીતે પૂરાય છે તે જોવાનું રહ્યું... આડેધડ ખાડા પૂરવા ના બદલે વ્યવસ્થિત રીતે રસ્તા રીપેર થાય તો નગરજનોને ભાજપના શાસકોએ રહી-રહીને પણ થોડી રાહત આપી ગણાશે...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial