Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલીક શાળાઓનું સરેરાશથી વધુ પરિણામ
ખંભાળિયા તા. ૯ઃ ખંભાળિયાના રામનગરની અગત્સ્ય શાળાએ ખૂબ જ ઉત્તમ પરિણામ સાથે સિદ્ધિ મેળવી તેમના છાત્રો નકુમ મીત ૯૯.૮૯ પી.આર., કણઝારીયા કૌશિક ૯૯.૨૨ પી.આર., આંબલીયા સુરભી ૯૯.૨૨ પી.આર. મેળવ્યા હતાં.
ખંભાળિયાની એસ.એન.ડી.ટી. શાળાનું પરિણામ બોર્ડના ૮૩.૦૮ સામે ૮૫.૩૭ ટકા આવ્યું હતું. ૮ છાત્રોએ એ-૧ ગ્રેડ મેળવ્યો હતો. કુલ ૨૩૧માંથી ૧૯૯ પાસ થયા હતા. કણઝારીયા ધ્રુવને ૯૯.૭૩, નંદાણીયા પાર્થને ૯૯.૦૬, કણઝારીયા દર્શાંગીને ૯૮.૭૧ પી.આર. આવ્યા હતા.
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર રાજપરા હાઈસ્કૂલમાં ધો. ૧૨ના ૯૭.૧૩ ટકા પરિણામ પછી ધો. ૧૦નું પણ ૮૧.૬૩ ટકા પરિણામ આવ્યું હતું. ચાવડા નેતા ૯૬.૦૭, સુવા વિવેક ૮૯.૮૬, ભોચીયા પાર્થ ૮૯.૪૬ પી.આર., આવ્યા હતા. ખંભાળિયાની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની શાળા શેઠશ્રી મુળજીભાઈ ગોરધનભાઈ દત્તાણી હાઈસ્કૂલનું પરિણામ ૮૯.૪૭ ટકા આવ્યું હતું. નિર્મળ ભૂત રીધમ ૯૮.૬૨, તન્ના અવની ૯૭.૭૬, પીઠવા ખુશ્બુ ૯૫.૬૨ પી.આર. મેળવ્યા હતા.
દ્વારકા જિલ્લાના મીઠાપુરની ટાટા કેમિકલ્સ હાઈસ્કૂલ મીઠાપુરનું પણ ૮૬.૬૭ ટકા જેટલું ઉંચું પરિણામ આવ્યુ હતું ૧૫૦માંથી ૧૩૦ છાત્રો પાસ થયા હતા. જેમાં મીઠાપુર શાળાના માણેક વીટ ૯૭.૧૪ પી.આર., વિંઝોડા હસ્તદીપ ૯૩.૯૧, ઘોઘલીયા હર્ષિલ ૯૨.૫૯ પી.આર. મેળવ્યા હતા. ખંભાળિયાની જાણીતી શાળા શિવમ ગર્લ્સનું પરિણામ ૮૭.૬૭ ટકા આપ્યું હતું તથા જોગીયા ડિમ્પલ ૯૬.૦૭, પરમાર નંદીની ૯૩.૪૧, રાવલીયા સંજુ ૯૧.૦૬ પી.આર. મેળવી શાળામાં પ્રથમ આવ્યા હતાં.
ખંભાળિયા તાલુકાના મોટી ખોખરી ગામની હાઈસ્કૂલનું ૯૬.૬૭ ટકા પરિણામ આપ્યું હતું દ્વારકાની હિરજીબાપા શાળાનું ૭૭.૫૧ ટકા પરિણામ આવ્યું હતું. વરવાળા હાઈસ્કૂલનું ૬૮.૬૨ ટકા તથા બરડીયા શાળાનું ૮૦.૭૭ ટકા અને ભાટીયા સાંદિપની વિદ્યાલયનું ૯૬.૨૬ ટકા પરિણામ આવ્યું હતું ખંભાળિયાની શારદા હાઈસ્કૂલનું ૮૬.૪૧ ટકા પરિણામ આવ્યું હતું. જોશી આદિત્ય ૯૮.૩૧, આજગીયા જતન ૯૩.૫૮, ખાણધર બંશીને ૯૧.૯૯ પી.આર. આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial