Advertisement
Author: નોબત સમાચાર

ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ચાલી રહી છે શાંતિપૂર્ણ રીતેઃ કોઈ ગેરરિતી નહીં

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોર્ડની ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. અત્યાર સુધીમાં ગેરરિતી, કોપીકેસનો એક પણ કિસ્સો નોંધાયો નથી. જિલ્લાના દરેક પરીક્ષા કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત તથા તમામ કેન્દ્રો પર સમયસર સાહિત્ય પહોંચે તેવી વ્યવસ્થા તથા તેનું દરરોજ રેકોર્ડીંગ થાય તેની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે.

દ્વારકા જિલ્લામાં ધો. ૧૦ના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં ઈંગ્લીશ તથા સંસ્કૃત પ્રથમાની બોર્ડ પરીક્ષામાં ૮૦૦૫ પરીક્ષાર્થીઓ હાજર તથા ૧૬૪ ગેરહાજર રહ્યા હતા. ધો. ૧૨માં ૩૫૮૦ માંથી ૩૭ ગેરહાજર રહ્યા હતા. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ૩૨૫ હાજર તથા ૫ ગેરહાજર રહ્યા હતા.

વિજ્ઞાના પેપરમાં ધો. ૧૦માં ૮૪૮૯ હાજર તથા ૧૮૪ ગેરહાજર રહ્યા હતા. સંસ્કૃત માધ્યમમાં તમામ ૩૫ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. ગુજરાતી તથા વિજ્ઞાન બે વિષય પછી ધો. ૧૦નું ત્રીજું પેપર પાંચ રજાઓ પછી હોય, છાત્રોને આ વખતે તૈયારીનો ખૂબજ સમય મળશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh