Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોટરી કલબ-જામનગર અને સહયોગીઓ દ્વારા
જામનગર તા. ૧૦ઃ રોટરી ક્લબ ઓફ જામનગર, પારસ સ્મૃતિ પોરબંદર તથા જય ભગવાન એક્યુપ્રેસર સર્વિસ દ્વારા જામનગરમાં મુદ્રા અને ધ્યાન વિજ્ઞાન એક્યુપ્રેશર તાલીમ શિબિરનું આયોજન કરાયું છે.
રોટરી ક્લબ ઓફ જામનગર, પારસ સ્મૃતિ પોરબંદર તથા જય ભગવાન એક્યુપ્રેશર સર્વિસ દ્વારા મુદ્રા અને ધ્યાન વિજ્ઞાન એક્યુપ્રેશર તાલીમ શિબિર આયોજીત કૌશિક પારેખ તથા ભાવના પારેખ, પારસ સ્મૃતિ, જય ભગવાન એક્યુપ્રેશર સર્વિસ - પોરબંદર, શશીભગત અને સરોજમાં રોટરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર, જામનગરમાં કોસ્મિક ઊર્જાને આંતરિક ઊર્જામાં સમાવીને શારીરિક અને માનસિક આરોગ્યની વૃદ્ધિ કરવા માટેની મુદ્રાઓ નિઃશુલ્ક અને નિઃસ્વાર્થ પારસ મુદ્રા અને ધ્યાન વિજ્ઞાન અને એક્યુપ્રેશર તાલીમ અને સારવાર શિબિરનું આયોજન કરેલ છે
આ નિદાન કેમ્પમાં ગરદન-ખભા-પીઠના દર્દો-સંધિવા કે સાંધાના દર્દ, જૂની શરદી-સાયનસ, માથાનો દુખાવો, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સાંધાની જકળ, પાંડુરોગ, પેટના દર્દો, ઝાડા- કબજિયાત, પગ અને ગોઠણનો દુઃખાવો, કંપવા, અનિદ્રા, ચક્કર, ઉલ્ટી વગેરે ધણાં રોગોની એકયુપ્રેસર પદ્ધતિથી સારવાર માટેની શિબિર રહેશે.
તારીખ ૧૧-૫-૨૦૨૫ થી ૧૬-૫-૨૦૨૫ સમય સુધી એક્યુપ્રેશર સારવાર સવારે ૯ થી ૧૧ અને ધ્યાન અને મુદ્રા વિજ્ઞાન સવારેઃ ૧૧ઃ૧૫ થી ૧૨ઃ૧૫ તથા એક્યુપ્રેશર તાલીમ શિબિર ઃ ૪ થી ૭ બપોરે રહેશે. આ શિબિર રોટરી કલબ ઓફ જામનગર, શશીભગત અને સરોજમાં રોટરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર, જામનગર મ્યુનિસિપલ કમ્પાઉન્ડ, ફાયર બ્રિગેડની બાજુમાં, ભીડભંજન મહાદેવના મંદિરની સામેનો ગેટ, જામનગરમાં યોજાશે. વધુ માહિતી માટે પ્રોજેકટ ચેર ચંદ્રકાન્તભાઈ કુંડલીયા (મો. ૯૯૭૯૬ ૧૧૭૧૧) નો સંપર્ક કરી શકાશે, તેમ લલીતભાઈ જોશીએ જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial