Advertisement
Author: નોબત સમાચાર

રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મતદાર યાદીની આખરી મતદારયાદીની નકલ કલેક્ટરે કરી સુપ્રત

પારદર્શક પ્રક્રિયા અને તંત્રની કામગીરીને બિરદાવાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર દ્વારા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આખરી મતદારયાદીની નકલ સુપ્રત કરાઈ હતી. પારદર્શક પ્રક્રિયા અને તંત્રની સચોટ કામગીરીને રાજકીય અગ્રણીઓએ બિરદાવી હતી.

જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર તૈયાર કરવામાં આવેલી એસઆઈઆર અન્વયેની 'આખરી મતદારયાદી' પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને તેની નકલો સુપ્રત કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે ક્ષતિરહિત મતદારયાદી એ પાયાની જરૂરિયાત છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવા મતદારોનાનામ ઉમેરવા, સુધારા કરવા અને મૃત કે સ્થળાંતરિત મતદારોના નામ કમી કરવાની પ્રક્રિયા અત્યંત ઝીણવટપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ વહીવટી તંત્રની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આગેવાનોએ તંત્ર દ્વારા કરવામાં આવેલી પારદર્શક કામગીરી અને ડેટાની સચોટતાની સરાહના કરી હતી. પક્ષના પ્રતિનિધિઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સુધારેલી યાદી આગામી ચૂંટણી પ્રક્રિયાને વધુ ન્યાયી અને સુગમ બનાવશે. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક, વિવિધ પક્ષોના હોદ્દેદારો તેમજ ચૂંટણી શાખાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh