Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કનુભાઈ દેસાઈ છઠ્ઠી વખત રજૂ કરશે રાજ્યનું બજેટ
ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ સમય અંદાજપત્ર રજૂ કરવાનો અનોખો વિક્રમ વિધાનસભા સત્રમાં વજુભાઈ વાળાને નામે છે. સતત અગિયારમીવાર ગૃહમાં અંદાજપત્ર રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી તેઓ બન્યા હતા.
વજુભાઈ વાળાએ સૌ પ્રથમ ૧૯૯૬-૯૭મા અંદાજપત્ર પ્રવચન આપ્યું હતું. આ પછી ૧૯૯૮-૯૯માં બે વખત, ૧૯૯૯-૨૦૦૦, ૨૦૦૦-૨૦૦૧નું તથા ૨૦૦૧-૨૦૦૨ના વર્ષ દરમ્યાન સતત બીજી વાર ૨૦૦૩માં અંદાજપત્ર પ્રવચન તેઓએ કરી આ ગૌરવ પ્રાપ્ત કરનાર પ્રથમ નાણામંત્રી બની રહ્યા.
વિધાનસભાની તવારીખ જોઈએ તો અત્યાર સુધીમાં ૧૫ નાણામંત્રીઓએ અંદાજપત્ર રજૂ કર્યું છે. સૌ પ્રથમ અંદાજપત્ર ૨૨ ઓગષ્ટ ૧૯૬૦માં સ્વ. જીવરાજભાઈ મહેતાએ રજૂ કર્યું હતું. જે ૧૧૪ કરોડ રૂપિયાનું હતું. આ અંદાજપત્રમાં આઠ દિવસની ચર્ચાને અંતે પસાર કરવામાં આવ્યું હતું. સ્વ. જીવરાજ મહેતા અને અરવિંદ સંઘવીએ ચાર-ચાર વાર અંદાજપત્ર રજૂ કર્યું હતું. સ્વ. માલદેવજી ઓડેદરા, મનોહરસિંહ જાડેજા, બાબુ મેઘજી શાહ, વિજયકુમાર ત્રિવેદીએ એક એક વખત અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ ઉપરાંત માધવસિંહ સોલંકી, દિનેશ શાહ, બાબુ જ. પટેલ, કાન્તિ ઘીયાએ એક એક વાર અંદાજપત્ર રજૂ કર્યું હતું.
વિધાનસભાની તવારીખ જોતાં અત્યાર સુધીમાં ૧૫ વખત લેખાનુદાન અંદાજપત્રો રજૂ થયા હતા. સૌથી પ્રથમ, પ્રથમ લેખુદાન ૧૯૬૨-૬૩માં ૨૨-૩-૬૨ના સ્વ. જીવરાજ મહેતાએ ચાર માસ માટે રજૂ કર્યું હતું. છેલ્લું લેખુદાન બજેટ ૧૯૯૮-૯૯માં તા. ૨૦-૩-૯૮ના નાણામંત્રી વજુભાઈ વાળાએ રજૂ કર્યું હતું. ત્રણ વખત લેખાનુદાન અંદાજપત્ર દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું.
આ ૧૩ દિવસમાં છઠ્ઠો બનાવ ગૃહમાં બની રહેશે. આ અગાઉ ૧૯૬૭-૬૮, ૧૯૬૯-૭૦, ૧૯૭૨-૭૩, ૧૯૮૪-૮૫ અને ૧૯૯૭-૯૮માં અંદાજપત્ર પરની ચર્ચા માટે તેર દિવસ ફાળવવામાં આવ્યા હતા.
અંદાજપત્રની આ રસિક તવારીખોમાં બે ઘટનાઓ અભૂતપૂર્વ કરી શકાય તેવી છે. ૧૯૯૫-૯૬માં તાત્કાલિન નાણામંત્રી સુરેશચંદ્ર મહેતા તેમનું અંદાજપત્ર પ્રવચન વાચતા વાચતા થાક અનુભવવા લાગ્યા અને તેમનું અધુરું પ્રવચન તત્કાલીન નાયબમંત્રી હેમંત ચપટાવાલાએ વાંચીને પૂર્ણ કર્યું હતું.
આનાથી પણ એક વિરલ ઘટના ૧૯૮૦-૮૧ના વર્ષમાં બની હતી. આ નાણાકીય વર્ષ દરમ્યાન બે વખત લેખાનુદાન પસાર કરાયા બાદ તા. ૧૫-૮-૮૦ના તત્કાલીન નાણામંત્રી સનત મહેતાએ સુધારેલું અંદાજપત્ર રજૂ કર્યું હતું.
આ વર્ષે સૌ પ્રથમ તા. ૧૪-૩-૮૦ના સાંસદમાં રાજયનું ચાર માસ માટેનું લેખાનુદાન અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ પછી ચૂૂંટણીઓ બાદ રાજ્ય વિધાનસભાનું સત્ર મળતા તા. ૨૭-૬-૮૦ના તત્કાલીન નાણામંત્રી સનત મહેતાએ દ્વિતીય લેખાનુદાન બે માસ માટે રજૂ કર્યું હતું. આ પછી ૧૮મી ઓગષ્ટના સુધારેલું અંદાજપત્ર રજૂ કર્યું હતું.
૧૯૬૦મા રાજ્યની સ્થાપના પછી વહીવટી ખર્ચમાંં સતત વૃદ્ધિ એ સૌની ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યનું સૌથી પ્રથમ બજેટ ૧૧૪ કરોડનું હતું, જે આજે અંદાજિત ૩૦,૦૦૦ કરોડ પર પહોંચ્યું છે. પ્રથમ અંદાજપત્રમાં ૫૨ માંગણીઓ રજૂ થઈ હતી. જેમાંથી ૧૬ માંગણીઓ પર ચર્ચા થઈ હતી. જ્યારે છેલ્લે ૧૦૨ માંગણીઓ રજૂ થઈ હતી.
૧૯૯૫-૯૬માં સુરેશ મહેતાએ ૬૯ પાનાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેનો પ્રથમ ભાગ ૫૫ પાનાનો હતો અને બીજો ભાગ ૧૪ પાનાનો હતો, જે સૌથી લાંબુ અંદાજપત્ર પ્રવચન હતું.
અંદાજપત્ર પ્રવચન દરમ્યાન અંતરાય ઊભો કરવાનો એક જ બનાવ ગુજરાત વિધાનસભામાં નોંધાયો છે. ૮૧-૮૨ના વર્ષ માટેનું અંદાજપત્ર પ્રવચન વાંચવાનું તત્કાલિન નાણામંત્રી સનત મહેતાએ શરૂ કર્યું ત્યારે વિપક્ષના નેતાએ ઊભા થઈને નિવદેન વાંચવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાનું નિવેદન વાંચવાનું ચાલુ રાખતા અધ્યક્ષે વિપક્ષના નેતાનું નિવેદન ગૃહની કાર્યવાહીનો ભાગ બનશે નહીં તેવા મતલબની જાહેરાત કરી હતી. તે દરમ્યાન વિપક્ષી સભ્યો સભાગૃહમાં પુનઃ શરૂ કરી અને સભા ત્યાગ કરી ગયા હતા.
આ પછી અંદાજપત્ર રજૂ થયું હતું ત્યાર બાદ નાણામંત્રીના પ્રવચન દરમ્યાન અંતરાય ઊભો કરવાની બાબતે ગૃહના અપમાન સમાન લેખી અંતરાય ઊભો કરનાર સભ્યોને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
મંત્રીશ્રી મંડળમાં ફેરફાર થતાં જુના મંત્રી મંડળે રજૂ કરેલા અંદાજપત્ર નવું મંત્રી મંડળ સ્વીકારી અનુમોદન આપી આગળની કાર્યવાહી માટે પણ રજૂ કરી શકે છે. આવી ઘટના ૧૯૮૫મા અને ૧૯૯૪મા બની હતી. ૧૪મી ફેબ્રુઆરીના નાણામંત્રીએ અંદાજપત્ર રજૂ કર્યું હતું જેની ચર્ચા હાથ ધરાય તે પહેલા તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલનું અવસાન થતાં અંદાજપત્ર લેખાનુદાન દ્વારા પસાર કરાયું હતું.
ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં છઠ્ઠી વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી કનુભાઈ દેસાઈનો નંબર આવે છે. પણ પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાનો રેકોર્ડ અકબંધ છે.
કનુભાઈ દેસાઈ ૧૬મી ફેબ્રુઆરી-૨૦૨૬થી શરૂ થતાં બજેટસત્ર દરમ્યાન બજેટ રજૂ કરશે અને તેના પર ચર્ચા પછી તેનો જવાબ આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial