Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ભિષણ યુદ્ધના મંડાણ

પાક.નું એફ-૧૬ યુદ્ધ વિમાન ફૂંકાયું: પાક.ની કાબુલ-કંદહાર પર બોમ્બવર્ષાઃ બન્ને પક્ષે ખુવારીઃ ૧૮પ ના મોત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૭: હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ભીષણ જંગના મંડાણ થયા છે. પાકિસ્તાનના હવાઈ હુમલાનો અફઘાને જડબાતોડ જવાબ આપ્યો છે. એફ-૧૬ વિમાન તોડી પાડ્યું છે. પાકિસ્તાનનો કાબુલ-કંદહાર ઉપર બોમ્બમારો વિનાશક બન્યો છે અને અફઘાનિસ્તાનના ૧૩૦ થી વધુ જવાનોના મોતનો દાવો કરાયો છે. અફઘાને પણ પપ પાક. સૈનિકોને હણી નાખ્યાનો દાવો કર્યો છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ફરી એકવાર ભીષણ યુદ્ધના મંડાણ થયા છે. આજે વહેલી સવારે પાકિસ્તાને કાબુલ, કંદહાર અને પક્તિયા પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાને તેના લશ્કરી ઓપરેશનને ઓપરેશન ગઝબ લિલ-હક નામ આપ્યું છે અને ખુલ્લુ યુદ્ધ જાહેર કર્યું છે. પાકિસ્તાનનો દાવો છે કે આ હુમલામાં ૧૩૦ થી વધુ તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા છે.

તાલિબાનનો દાવો છે કે આ હુમલામાં પપ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પુષ્ટિ કરી કે આ ઓપરેશન ચાલુ છે અને કહ્યું કે, સશસ્ત્ર દળો અફઘાન તાલિબાનના આક્રમણનો કડક જવાબ આપી રહ્યા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલતો સરહદ વિવાદ પૂર્ણ-સ્તરની લડાઈમાં ફેરવાઈ ગયો છે.

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે અફઘાન તાલિબાન સરકાર સામે ખુલ્લા યુદ્ધની જાહેરાત કરી છે. ઈસ્લામાબાદે કાબુલ અને કંદહાર સહિત મુખ્ય અફઘાન શહેરો પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનની કાર્યવાહી પછી પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા માધ્યમથી કહ્યું છે કે, 'અમારી ધીરજની હદ પહોંચી ગઈ છે હવે અમારી (પાકિસ્તાન) અને તમારી (અફઘાનિસ્તાન) વચ્ચે ખુલ્લુ યુદ્ધ છે.'

તાલિબાન સરકારે પણ હવાઈ હુમલાઓની પુષ્ટિ કરી છે, પરંતુ કહ્યું છે કે, કોઈ જાનહાનિ થઈ નથી. કાબુલ, કંદહાર અને અન્ય પ્રાંતોમાં હવાઈ હુમલાઓ પછી કંદહાર અને હેલમંડથી પાકિસ્તાની લશ્કરી સ્થળો પર ફરીથી મોટા પાયે બદલો લેવામાં આવ્યો, તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સિન્હુઆ પર જણાવ્યું હતું. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. અફઘાનિસ્તાને પાકિસ્તાની લશ્કરી એફ-૧૬ ફાઈટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે સળગતા વિમાનનો વીડિયો પોસ્ટ કર્યો છે, જો કે આ વીડિયો સ્વતંત્ર રીતે ચકાસી શકાતો નથી. વાસ્તવ્માં બન્ને દેશો એકબીજા સામે બદલો લઈ રહ્યા છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે, તેમની સેના અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા કર્યા પછી હુમલાખોરોને કચડી નાખવાની શક્તિ ધરાવે છે.

વિશ્વભરના મીડિયામાં આ ખબર છવાયેલી છે. ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ કાર્યવાહીમાં પાકિસ્તાની લશ્કરી શાસનના પપ સૈનિકો માર્યા ગયા હતાં. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર સરહદી વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં ૧પ દુશ્મન ચોકીઓ કબજે કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક નિવેદનમાં ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે જણાવ્યું હતું કે, કાર્યવાહી દરમિયાન ઘણાં પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતાં, જ્યારે કેટલાકને જીવતા પકડવામાં આવ્યા હતાં.

પ્રવક્તાના જણાવ્યા અનુસાર દુશ્મન સામે કાર્યવાહી ચાલુ છે અને સરહદી વિસ્તારમાં વ્યૂહાત્મક લાભો થઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે કુલ ૧પ દુશ્મન ચોકીઓ કબજે કરવામાં આવી છે અને ઘણાં સૈનિકો માર્યા ગયા છે.

પાકિસ્તાને આ આંકડાનો વિરોધ કર્યો હતો. માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારએ અહેવાલ આપ્યો હતો કે ફક્ત બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતાં અને ત્રણ ઘાયલ થયા હતાં. ઈસ્લામાબાદે દાવો કર્યો હતો કે ઓછામાં ઓછા ૧૩૩ અફઘાન લડવૈયાઓ માર્યા ગયા હતાં અને ર૦૦ થી વધુ ઘાયલ થયા હતાં, અને કહ્યું હતું કે, ર૭ અફઘાન ચોકીઓ નાશ પામી હતી અને નવને કબજે કરવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh