Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના અનેક વિસ્તારમાં આજે પાણી પુરવઠો બંધ

સમર્પણ, બેડી ઈએસઆર અને ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટમાં કામ હોવાથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે. આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે.

જામનગરમાં સમર્પણ અને બેડી ઈએસઆર જરૂરી કામગીરી અર્થે તા.૨૪ ના અનેક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે. જેઓને બીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવશે.

જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે, તા. ૨૪-૦૨-૨૬ મંગળવારના સમર્પણ ઈએસઆરમાં જુના સમ્પના ડિમોલીશન કામમાં પાણીની આવકની મુખ્ય પાઈપલાઈન શીફટીંગ કરવાની હોય, બેડી ઈએસઆરમાં સમ્પ સફાઈનું કામ કરવાનું હોય, અને ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટ માં  સ્કાડા ફલોમીટર ફીટીંગ કામ કરવાનું હોવાથી, સોલેરીયમ ઝોન હેઠળ આવતા વિસ્તારો ગાંધીનગર મેઈન રોડ, મોમાઈનગર-૧ થી ૫, ગોકુલધામ, નહેરૂનગર, મચ્છરનગર, શાંતિનગર, શાસ્ત્રીનગર, લાબહાદુર સોસા., પટેલ કોલોની ૧ થી ૧૨ મંગલબાગ ૧ થી ૪, આહીર બોર્ડીંગ  ,પુનાતર હોસ્પીટલવાળો વિસ્તાર, વાલ્કેશ્વરીનગર, સ્વસ્તિક સોસાયટી, પારસ સોસાયટી, સદગુરૂ કોલોની, હિંમતનગર ૧ થી ૫, જયંત સોસાયટી, દ્વારકેશ સોસાયટી, વિકાસ ગૃહ રોડ, રામેશ્વરનગર, માતૃ આશીષ, પટેલ કોલોની ૧ થી ૮ રોડ નં.૪, પટેલવાડી વિગેરે વિસ્તારો,નવાગામ ઘેડ ઝોન હેઠળ આવતા ખડખડનગર, વિનાયક પાર્ક, જાશોલીયા સોસાયટી, ગાયત્રી ચોક, સિદ્ધેશ્વર સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, દલીતવાસ, માડમફળી, ઈન્દિરા-એ, મધુવન સોસાયટી, ઈન્દીરા-બી,આનંદ સોસાયટી, મીલન સોસાયટી, માતૃઆશીષ-૪ અને ૫, કબીરનગર જશવંત સોસાયટી, નાઘે૨વાસ, સરસ્વતી સોસાયટી, માસ્તર સોસાયટી, તથા વિમલપાર્ક, માટેલ ચોક, માટેલ ચોક, રાજરાજેશ્વરી, ગાયત્રીનગર, જલારામ નગર, શિવમ એસ્ટેટ, વિનાયક પાર્ક, કિષ્ના પાર્ક, શક્તિ પાર્ક, નવજીવન, પટેલ વાડી, નિર્મળનગર, ભોળેશ્વર, રામેશ્વરનગર, સંસ્કાર દિપ, ગાયત્રી શેરી નં. ૧,૨,૩, નંદન પાર્ક, બાપુનગર, રાઠોડ ફળી, પરમાર ફળી, ગોપાલ ચોક, ૮૦ કવાર્ટર મધુરમ રેસીડેન્સી વિસ્તારો બેડી ઝોન હેઠળ આવતા વિસ્તારો થરી-૧,૨, ઈકબાલ ચોક, શેરે રજા ચોક, પીરોટન ચોક, જામા મસ્જીદ ચાંદની ચોક કરીમ જામનું નાકુ, દેનાબેંક મીલ વિસ્તાર, જોડીયાવાળો ડેલો, હાઉસીંગ બોર્ડ, પાંચની ચાલી, વૈશાલી નગર-૧ થી ૭, રામમંદિર ચોક, અઢીની ચાલી, ધરાર નગર, પાણાખાણ, જુનુ, એકડે એક બાપુ વિસ્તાર, જોડીયા ભુંગા ગરીબનગર, પાણાખાણ, નવી લાઈન, દિવેલીયા ચાલી, જુનુ પાણાખાણ નવુ પાણાખાણ, સલીમબાપુના મદ્રેસા, વિગેરે તેમજ સમર્પણ ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો શિવમ સોસાયટી, ઓશવાળ-૨,૩,૪, પટેલ નગરી, કેવલીયાવાડી, શીવમ સોસાયટી, મહાવીર પાર્ક, સિદ્ધિ પાર્ક, ગોકુલધામ, જોઈસરપાર્ક, વૃંદાવન સોસાયટી, દવાબજાર, જોઈસરપાર્ક, વાસાવીરા, મયુરવિલા, પંડિત દીનદયાલ આવાસ, ધરારનગર-૧, ઝુંપડપટ્ટી, હાઉસીંગ બોર્ડ, જંગલખાતુ અને સદગુરૂ સોસાયટી, વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. ઉકત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે, તેમ વોટર વર્કસ શાખાના  કાર્યપાલક ઈજનેર જામનગર મહાનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh