Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ચેક પરતના બે કેસમાં પણ કરવામાં આવી સજાઃ
જામનગર તા. રઃ જામનગરની એક પેઢીએ બેંગ્લોરની પેઢીના માલિક સામે કરેલી ચેક પરતની ફરિયાદમાં બે વર્ષની કેદ અને રૂ.૧ કરોડ રપ લાખ ચૂકવી આપવા હુકમ કરાયો છે. એક સોસાયટીના ચેક પરતના કેસમાં સભાસદને છ મહિનાની કેદ અને એક આસામીને ચેક પરતના કેસમાં બે મહિનાની કેદની સજા અદાલતે ફટકારી છે.
બેંગ્લોરની બી.એન. ઈઙ્મફ્રા એન્ડ કન્સ્ટ્રક્શનના માલિક ભુવન લક્ષ્મી નારાયણે જામનગરની શીલાઈન શીપીંગ કંપની પાસેથી માંગરોળ પોર્ટ રીનોવેશનના કોન્ટ્રાક્ટ અંગે બાર્જ ભાડે લીધુ હતું. જેના ભાડાની બાકી રહેતી રકમ રૂ.૧ કરોડ ૬૮ લાખના પાર્ટ પેમેન્ટ અંગે આરોપી ભુવને રૂ.૧ કરોડ ૩૧ લાખનો ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાં રજૂ થતાં અપૂરતા ભંડોળના કારણે પરત ફર્યાે હતો. તે અન્વયે ફરિયાદ થતાં અદાલતે ભુવનને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદ તથા રૂ.૧ કરોડ ૨૫ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યાે છે. જામનગરની કંપની તરફે વકીલ બી.એન. શેઠ, નિશ શેઠ રોકાયા હતા.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ સોસાયટીના સભાસદ સુનિલ પરસોત્તમ ઉધરેજાએ સોસાયટી પાસેથી લોન લીધી હતી. તે ભરપાઈ કરવા ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા નોટીસ પાઠવાયા પછી કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. આરોપી કોર્ટ સમક્ષ હાજર થયો ન હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી છ મહિનાની જેલ, ચેકની રકમ પૈકી બાકી રકમ રૂ. ૧૩૭૬૪નો દંડ ફટકાર્યાે છે. આરોપી સજાના હુકમ સમયે અદાલતમાં હાજર ન હોવાથી વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જામનગરના જીતેન્દ્ર અરજણભાઈ રાઠોડ નામના આસામીએ પ્રહલાદગીરી તુલસીગીરી ગોસ્વામી પાસેથી હાથઉછીના રૂ.૨૫ હજાર લીધા હતા. તે રકમની પરત ચૂકવણી માટે જીતેન્દ્ર રાઠોડે ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા પ્રહલાદગીરીએ અદાલતમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલવા પર આવતા અદાલતે આરોપી જીતેન્દ્ર અરજણભાઈ રાઠોડને કસુરવાન ઠરાવી બે મહિનાની કેદ તથા ચેકની રકમ મુજબ દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ આઠ દિવસની સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ વિનોદ વાઘેલા, તુષાર તન્ના રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial