Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં યુવા વૈષ્ણવાચાર્યના જન્મદિને વિવિધ મનોરથ સહિતનો ધર્મોત્સવ સંપન્ન
'છોટીકાશી' જામનગરની શ્રી મોટી હવેલીના પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદયના આત્મજ પૂ.પા.ગો.શ્રી રસાર્દ્રરાયજીનાં જન્મદિનની ઉજવણી નિમિત્તે ચૈત્ર વદ ત્રીજનાં દિને વિવિધ ધર્મકાર્યો યોજાયા હતાં. બાવાશ્રી દ્વારા પરંપરાગત રીતે માર્કન્ડેય પૂજા કરવામાં આવી હતી. રાજભોગ આરતીમાં ફૂલમંડળીનો મનોરથ યોજાયો હતો. સંધ્યા આરતી પછી કેસર સ્નાન તથા શયન આરતી પછી વધાઈ કીર્તનનાં કાર્યક્રમ યોજાયા હતાં. હજારો વૈષ્ણવોએ યુવા વૈષ્ણવાચાર્યના જન્મદિનની મંગલ ઉજવણી નિમિત્તે આયોજીત ધર્મોત્સવનો પુણ્યલાભ પ્રાપ્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial