Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું દ્વારકામાં સ્વાગતઃ ગાર્ડ ઓફ ઓનર અપાયું

શ્રીકૃષ્ણ-રૂકમણી વિવાહ સત્કાર સમારંભમાં આવેલા

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧: ભગવાન શ્રીકૃષ્ણ ને રૂકમણી વિવાહ સત્કાર સમારોહ માટે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું દ્વારકા સર્કિટ હાઉસમાં ગઈકાલે ભાવભર્યું સ્વાગત કરાયું હતું.

માધવપુર ઘેડમાં ભગવાન શ્રીકૃષ્ણ તથા રૂકમણીજીના વિવાહનો પ્રસંગ પૂર્ણ થતા દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ રૂકમણીજી વિવાહ સત્કાર સમારોહનું આયોજન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા સંયુક્ત ઉપક્રમે દ્વારકાના હાથીગેટ પાર્કિંગમાં આયોજન કરવામાં આવ્યું હતું.

વિવાહ સત્કાર સમારોહના સાક્ષી બનવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારકા પધારતા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મૂળુભાઈ બેરા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સભ્ય સચિવ રમેશ મેરજા, કલેક્ટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણિયા સહિતના મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh