Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાશિવરાત્રિ પર્વઃ તલવારબાજી અને ચલિત શિવજીનુ આકર્ષણઃ
જામનગર તા. ૧૯:
મહાશિવરાત્રિ નિમિત્તે જામનગરના શંકર ટેકરીમાં શ્રી ચામુંડ માના મંદિર પાસે તથા શાસ્ત્રીનગર શંકરજીના મંદિરેથી છેલ્લા સાત વર્ષ થી શિવ શોભાયાત્રા હિન્દુ સેના દ્વારા નીકળે છે. આ શિવ શોભાયાત્રામાં સોમનાથ શિવલિંગની ઝાંખી બપોરે ૧ થી ૩ વાગ્યા દરમિયાન નીકળી રૂટ ઉપર ફરી સુભાષ પરા એકમાં પૂર્ણ થઈ હતી.
હિન્દુ સેના દ્વારા શંકર ટેકરીના શંકરના મંદિરેથી શિવ શોભાયાત્રા નું પ્રસ્થાન હિન્દુસેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ અને બીજેપીના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ બીજેપી શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, આ વિસ્તારના કોર્પોરેટર હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ, બીજેપીના પ્રવિણસિંહ જાડેજા, કોર્પોરેટર મનીષ કટારમલ, બીજેપી શહેર મહામંત્રી ભાવેશભાઈ ઠુમ્મર, ડો. મૃગેશ દવે, રવિરાજસિંહ ચૌહાણ, ભરત નંદા, રાજેન્દ્રસિંહ કેર, વોર્ડ નં ૧૫ ના પ્રમુખ પુનિતભાઈ અકબરી, મહામંત્રી અર્જુનસિંહ રાઠોડ, મુન્નાભાઈ વસિયર, ધનાભાઇ ભાનુશાળી, પ્રવિણભાઇ માલની, ભુરાભાઈ, બીજેપી આઈટી સેલના ગુંજ કારીયા, વીએચપીના સુભાષભાઈ સુબ્રમણ્યમ, બાલુભા જાડેજા, સિધરાજસિંહની ખાસ ઉપસ્થિતિ રહી હતી. યાત્રામાં હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, શહેર પ્રમુખ દીપક પિલ્લાઈની આગેવાનીમાં પૂર્ણકાલીન કિશન નંદા, શહેર પ્રમુખ હર્ષ ભાનુશાળી, સહમંત્રી સંજય ધનવાણી, કુમાર ચાવલા, રવિ લાખાણી, રણજીતસિંહ રાઠોડ, ચિરાગ વીરજાણી, વિવેક નંદા, અલ્પેશ ફલીયા, મંથન અઘેરા, સાહિલ સોલંકી. દીપ ચાંદલીયા અને શંકરટેકરી સંકલન સમિતિ દ્વારા આયોજન કરાયેલું હતું.
આ શોભાયાત્રામાં હિન્દુ સેનાની બહેનો દ્વારા રાસ ગરબા અને તલવાર રાસથી લોકોને મુગ્ધ કરી દીધા હતા.સોમનાથ શિવલિંગ સાથે નો રથ, એક ડીજે, બાળ હિન્દુ સેનાની નાના રથમાં શિવજીનું અર્ધ સ્વરૂપ તેમજ હિન્દુ સેનાના ખુશ્બુબેન સોમેગ્રા, નિશાબેન દ્વારા શણગાર સાથે ચલિત શિવજી ને સાથે રાખી આકર્ષણ જગાવ્યું હતું. શંકર ટેકરીમાં શિવ શોભાયાત્રાનું ઠેર ઠેર શરબત તથા ઠંડા પીણા સાથે સ્વાગત પણ કરાયું હતું. યાત્રા દરમિયાન હર હર મહાદેવના નાદ થી શંકર ટેકરીના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial