Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।. રપ૭ કરોડના કાનાલુસ-જામનગર ડબલિંગ પ્રોજેક્ટ સહિત
અમદાવાદ તા. ર૮: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૩૧ માર્ચના ગુજરાતમાં રૂ।. ૮૯૧ કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તે ઉપરાંત ખેડબ્રહ્માથી હિંમતનર થઈને અમદાવાદ (અસારવા) સુધીની નવી ટ્રેનને લીલીઝંડી આપવામાં આવશે. વાવ-થરાદથી આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૧ માર્ચે મંગળવારના ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, જે દરમિયાન તેઓ રાજ્યના નાગરિકોને ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ રૂ।. ૮૯૧ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને મુસાફરોની પરિવહન સુવિધા વધારવા માટે વડાપ્રધાન એક નવી ટ્રેનને પણ લીલી ઝંડી આપશે.
વડાપ્રધાન ગુજરાતમાં વાવ-થરાદથી આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનિય છે કે, રેલવેના આ પ્રોજકેટ્સ ગુજરાતમાં રેલ માળખાના આધુનિકરણ અને પ્રાદેશિક વિકાસને વેગ આપવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હિંમતનગર-ખેડબ્રહ્મા સુધીની પપ કિ.મી. નવી લાઈનનું ઉદ્ઘાટન કરશે, જે રૂ।. ૪૮ર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવી છે. તેના થકી સાબરકાંઠા જિલ્લામાં કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે, જે ઝડપી અને પોસાય તેવાદરે મુસાફરી સુનિશ્ચિત કરશે, તેમજ આ પ્રોજેક્ટથી અમદાવાદને ઉદયપુર સાથે સીધું જોડાણ મળશે. તેનાથી આરોગ્ય સંભાળ અને શિક્ષણ જેવી આવશ્યક સેવાઓની પહોંચમાં વધારો થશે તેવો અંદાજ છે અને સાથે સાથે સ્થાનિક સમુદાયો માટે આજીવિકાની નવી તકો પણ ઊભી થશે.
ઉલ્લેખનિય છે કે, રૂ।. રપ૭ કરોડના ખર્ચે નિર્મિત કાનાલુસ-જામનગર ડબલિંગ પ્રોજેક્ટ (ર૭ કિલોમીટર) અંતર્ગત વધારાની રેલવે લાઈન અને ગાંધીધામ-આદિપુર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ (૧૧ કિલોમીટર) નું પણ વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ પરિયોજનાઓથી ટ્રેનની અવરજવર વધુ ઝડપી અને સુગમ બનશે. સાથોસાથ ગુડ્સની અવરજવર વધુ કાર્યક્ષમ રીતે થશે અને દીનદયાળ પોર્ટ સહિત મહત્ત્વના ઔદ્યોગિક કેન્દ્રો સુધી કનેક્ટિવિટીમાં સુધારો થશે અને સ્થાનિક પ્રવાસન વિકાસમાં પણ યોગદાન આપશે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન બેડબ્રહ્માથી અમદાવાદ સુધીની ટ્રેનને લીલીઝંડી આપશે,જે વાયા હિંમતનગર થઈને જશે. આ ટ્રેન શરૂ થવાથી આ વિસ્તારમાં નાગરિકો માટે મુસાફરી વધુ ઝડપી અને સુગમ બનશે, તેમજ સ્થાનિક આર્થિક વિકાસને વેગ મળશે. વડાપ્રધાનના વિઝન અનુસાર ભારતીય રેલવેને આધુનિક અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. છેવાડા સુધી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરીને નાગરિકોના મુસાફરીના અનુભાવને સમૃદ્ધ બનાવવાના પ્રયાસો સતત હાથ ધરવામાં આવ્યા છે. આ પહેલોથી સમાવેશી વિકાસને પ્રોત્સાહન મળશે અને ભારતીય અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial