Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ માટે તંત્ર સજ્જઃ જિલ્લા કલેક્ટર

મહત્તમ મતદાન માટે મતદારોને અપીલઃ ચૂંટણી પ્રક્રિયા, તાલીમ, મતદાન મથકો, ઈવીએમ, બૂથ અને બંદોબસ્તની અપાશે માહિતી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર જિલ્લામાં જામનગર મહાનગરપાલિકા જિલ્લા પંચાયત, જિલ્લાની તમામ છઃ તાલુકા પંચાયત, સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટર પરિમલભાઈ પંડ્યાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

સમગ્ર રીતે ચૂંટણી અંગેની વિગતોમાં જામનગર જિલ્લામાંં જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે મતદાન થશે. જેમાં ર,ર૭,૩૬૪ પુરૂષ અને ર,૧પ,૪૬પ મહિલા મતદારો મળી કુલ ૪,૪ર,૮ર૯ મતદારો નોંધાયેલા છે.

જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં દરેક મતદાન મથક પર બબ્બે ઈવીએમ રાખવામાં આવશે. જિલ્લા પંચાયતની ર૪ બેઠકો માટે મતદાન થશે. જેમાં જામનગર તાલુકામાં જિલ્લા પંચાયતની ૮ બેઠકો, કાલાવડ, લાલાપુર અને જામજોધપુર તાલુકામાં ૪-૪ બેઠકો, ધ્રોલ તથા જોડિયા તાલુકામાં ૨-૨ બેઠકો મળી ૨૪ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે.

જામનગર જિલ્લામાં જામનગર તાલુકા પંચાયતની ૨૬ બેઠકો, કાલાવડ, લાલપુર તથા જામજોધપુર તા. પં. ની ૧૮-૧૮ બેઠકો, ધ્રોલ તથા જોડિયા તા.પં.માં ૧૬-૧૬ બેઠકો માટે મતદાન થશે. જામનગર જિલ્લા પંચાયતમાં ૨,૭૪,૮૧૯ પુરૂષ તથા ૨,૫૧,૭૫૦ મહિલા મતદારો મળી કુલ ૫,૨૬,૫૬૯ મતદારો મતદાન કરશે.

જ્યારે સીક્કા ન.પા.ની ૭ વોર્ડની ૮ બેઠકો માટે કુલ ૧૯,૪૦૯ મતદારો નોંધાયા છે. મતદાન તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના અને મત ગણતરી તા. ૨૮ એપ્રિલ, ૨૦૨૬ના થશે.

મત ગણતરી ક્ેન્દ્રોની જાહેરાત બાકી

જો કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે આ તમામ ચૂંટણીઓનું મતદાન સમ્પન્ન થયા પછી મત ગણતરી કેવા સ્થળે હાથ ધરવામાં આવશે તેની કોઈ વિગતો રાખવામાં આવી ન હતી. આ વિગતોની સત્તાવાર રીતે મત ગણતરી કેન્દ્રોના સ્થળ નિર્ધારિત થયા પછી જાહેર કરવામાં આવશે. તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh