Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૦૬ એપ્રિલ થી ૧ર એપ્રિલ સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

તુલા સહીત બે રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં આર્થિક સ્થિતિ સુધરે, વ્યાપાર-ધંધામાં સમય લાભદાયી

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ગ્રહો આપના પક્ષમાં રહેતા જણાય. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો તેમાં ધીમી ગતિએ પણ મક્કમ સુધારો જોવા મળે. ગૃહસ્થજીવનમાં વાતાવરણ ઉગ્ર બની શકે છે. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. જમીન-મકાનના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં સફળતા મળે. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા-દોડધામ-શ્રમ રહે. તા. ૬ થી ૯ તણાવ રહે. તા. ૧૦ થી ૧ર સારી.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે ખર્ચ-વ્યયના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને, પરંતુ આવક કરતા ખર્ચનું પ્રમાણ વધી ન જાય તેનું ધ્યાન રાખવું, જો કે જરૂર પૂરતી આર્થિક સહાય મળી રહેે, જેના કારણે નાણાકીય સ્થિતિ સરભર બની રહે. કૌટુંબિક ક્ષેત્રે શુભ પ્રસંગો-માંગલિક કાર્યોનું આયોજન થાય. જમીન-મકાન અંગેના વિવાદોનો અંત આવતો જણાય. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. તા. ૬ થી ૯ ખર્ચાળ. તા. ૧૦ થી ૧ર સાનુકૂળ.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવના જણાય છે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિના દર્શન કરી શકો. ગૃહસ્થજીવનમાં નાના-મોટા મતભેદ થઈ શકે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જાતકોને માન-સન્માન પ્રાપ્ત થઈ શકે. આરોગ્ય બાબતે સમય નરમ-ગરમ જોવા મળે. તા. ૬ થી ૯ શુભ. તા. ૧૦ થી ૧ર વિવાદ ટાળવા.

 

Cancer (કર્ક: ડ-હ)

તમામ માટે પારિવારિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા માટે સક્રિય બનતા જણાવ. વડીલ વર્ગના આશીર્વાદથી આપની મનોકામના પૂર્ણ કરી શકશો. આરોગ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો તેમાં ધીમે ધીમે દૂર થતી જણાય. નાણાકીય સ્થિતિ લથડતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. તા. ૬ થી ૯ સ્વાસ્થ્ય સુધરે. તા. ૧૦ થી ૧ર પારિવારિક કાર્ય થાય.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે વ્યાપાર-ધંધા ક્ષેત્રે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે સાનુકૂળતા રહે. તા. ૬ થી ૯ લાભદાયી. તા. ૧૦ થી ૧ર મિશ્ર.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે ભાગ્ય ઉપર નિર્ભર રહેવું પડે. વ્યવસાય ક્ષેત્રે મંદીનો સામનો કરવો પડે. ધાર્યો લાભ અટકાતા થોડાઘણાં અંશે નાણાભીડનો સામનો કરવો પડે. જાહેર જીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. આબરૂ-કીર્તિમાં વધારો થાય. પારિવારિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે બોલાચાલી-મતભેદ થઈ શકે છે. બગડેલું સ્વાસ્થ્ય સુધરતા રાહત અનુભવી શકશો. તા. ૬ થી ૯ નાણાભીડ. તા. ૧૦ થી ૧ર પ્રવાસ.

 

Libra (તુલા: ર-ત)

આપના માટે નાણાભીડ દૂર કરનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાભદાયી તકો પ્રાપ્ત થતી જોવા મળે. નાણા પ્રાપ્તિની ઈચ્છા ફળીભૂત થતા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો. પારિવારિક ક્ષેત્રે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. કોઈ મહેમાન આપના ઘરની મુલાકાતે આવી શકે છે. યાત્રા-પ્રવાસ કંટાળાજનક તથા ખર્ચાળ બની રહે. સ્વાસ્થ્ય એકંદર સારૂ રહેવા પામે. તા. ૬ થી ૯ લાભદાયી. તા. ૧૦ થી ૧ર ધર્મકાર્ય થાય.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે મિલન-મુલકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ પ્રતિષ્ઠિત-વગદાર વ્યક્તિ સાથેે મિલન-મુલકાત થાય જે ભવિષ્યમાં આપના માટે લાભદાયી સાબિત થાય. નોકરી-ધંધામાં શાંત ચિત્તે નિર્ણયો લેવા. વિદ્યાર્થી વર્ગ માટે સમય શુભ ફળદાયી બની રહે. ભાઈ-ભાંડુ, કુટુંબીજનો સાથે પિતૃક સંપત્તિ બાબતે વાદ-વિવાદ થવાની સંભાવના જણાય છે. ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને. તા. ૬ થી ૯ મિશ્ર. તા. ૧૦ થી ૧ર મિલન-મુલાકાત.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે પ્રવાસ-મુસાફરીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સ્નેહી, સગા સાથે સંબંધો સુમેળભર્યા બની રહે. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિમય રહેતા આનંદ અનુભવી શકશો. આર્થિક સ્થિતિ સંભાળવી પડે. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા પ્રેરાશો, જેથી કંઈક અંશે નાણાભીડનો અનુભવ થાય. માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. તા. ૬ થી ૯ માન-સન્માન મળે. તા. ૧૦ થી ૧ર પ્રવાસ-પર્યટન.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે સમસ્યાઓનું નિરાકરણ લાવતું સપ્તાહ શરૂ થાય છે. આ સપ્તાહ દરમિયાન અવરોધોને પાર કરવા સક્ષમ બનશો. ગ્રહ-ગોચર પણ મહદ્અંશે આપના પક્ષમાં હોય, પરિશ્રમની સાથે ભાગ્યનો પણ સુમેળ જોવા મળે. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી તથા સાહસ થઈ શકે. નાણાકીય ક્ષેત્રે સંતોષકારક વૃદ્ધિ જોવા મળે, જ્યારે આરોગ્ય બાબતે થોડી ચિંતાભરી, પેટ સંબંધીત રોગોના ભોગ બનવું પડી શકે છે. પ્રવાસ-મુસાફરી અંગે રૂકાવટો દૂર થાય. તા. ૬ થી ૯ સફળતા. તા. ૧૦ થી ૧ર આરોગ્ય સાચવવું.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે તડકા-છાંય જેવી મિશ્ર પરિસ્થિતિ દર્શાવતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ દિવસો દરમિયાન ઘર-પરિવાર બાબતે દોડધામ રહે. જવાબદારીઓ વધતી જણાય. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો, જ્યારે સુખ-સગવડની પાછળ નાણાકીય ખર્ચ પણ થતો જણાય. આવક કરતા જાવકનું પ્રમાણ વધારે જોવા મળે. સામાજિક-જાહેરજીવન સાથે સંકળાયેલ જાતકોએ હિતશત્રુથી સાવધાન રહેવું. નોકરિયાત વર્ગને સહકર્મચારી તરફથી સાથ-સહકાર મળે. તા. ૬ થી ૮ ખર્ચાળ. તા. ૯ થી ૧ર વ્યસ્તતા રહે.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે શાંતિપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન પરિસ્થિતિઓ ઘણી વખત વિપરિત જોવા મળે. ધાર્યા કામમાં વિલંબ કે અવરોધ આવી શકે. ક્રોધ-આવેશને તમારા ઉપર હાવી ન થવા દેવું. ધંધા-વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ સામાન્યથી સારી રહે, છતાં ધાર્યા લાભ માટે યોગ્ય સમયની રાહ જોવી. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ક્રમશઃ તેમાંથી છૂટકારો મળતા રાહત અનુભવશો. પ્રવાસ યાદગાર તથા ખર્ચાળ રહે. તા. ૬ થી ૯ વાદ-વિવાદ ટાળવો. તા. ૧૦ થી ૧ર સ્વાસ્થ્ય સુધરે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh