Advertisement
Author: નોબત સમાચાર

દેશની માતૃશક્તિને પૂર્ણ સમર્થન સાથે રાષ્ટ્રના વિકાસમાં જોડીએઃ મોદી

સંસદ અને વિધાનસભામાં ૩૩ ટકા મહિલા અનામત અત્યંત જરૂરીઃ પીએમ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૯: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૧૬ થી ૧૮ દરમિયાન સંસદમાં મહિલા આરક્ષણ બિલને સર્વાનુમત્તે પસાર કરવાની અપીલ સાથે રાષ્ટ્રજોગ વીડિયો સંદેશ પાઠવ્યો છે, જેમાં તેઓએ કહ્યું હતું કે, વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દેશની માતૃશક્તિને તેમજ પૂર્ણ સામર્થ્ય સાથે રાષ્ટ્રના વિકાસમાં જોડવી અત્યંત જરૂરી છે.

વડાપ્રધાન મોદીએ મહિલા અનામત વિધેયક (નારી શક્તિ વંદન વિધેયક) અંગેે રાષ્ટ્રને સંબોધતા અક મહત્ત્વનો વીડિયો સંદેશ અને લેખ શેર કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો આપણે ર૦૪૭ સુધીમાં ભારતને 'વિકસિત ભારત' બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, તો દેશની માતૃશક્તિને તેમના પૂર્ણ સામર્થ્ય સાથે રાષ્ટ્રના વિકાસમાં જોડવી અત્યંત અનિવાર્ય છે.

પીએમ મોદીએ તેમના બ દાયકાથી વધુના સરકારના વડા તરીકેના અનુભવને ટાંકીને કહ્યું હતું કે, મહિલાઓની ભાગીદારી વિના આ લક્ષ્ય સિદ્ધ કરી શકાય તેમ નથી.

પીએમ મોદીએ મહિલા અનામત અંગે મહત્ત્વનો સંદેશ આપતા જણાવ્યું છે કે, વર્ષ ર૦ર૯ ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને સંસદ અને વિધાનસભામાં ૩૩ ટકા પ્રતિનિધિત્વ મળે તે અત્યંત જરૂરી છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી તમામ રાજકીય પક્ષો સાથે સકારાત્મક ચર્ચા ચાલી રહી છે, જેમાં મોટાભાગના પક્ષોએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. પીએમ મોદીએ આ વિષય પર એક વિશેષ લખ્યો છે અને દેશવાસીઓને તે વાચવા તેમજ અન્ય લોકોને પ્રેરિત કરવા વિનંતી કરી છે.

આ સાથે જ પીએમ મોદીએ તમામ તક્ષોને અપીલ કરી છે કે આગામી ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલના સંસદમાં આ વિધેયકને કોઈપણ અવરોધ વિના પસાર કરવામાં આવે, જેથી દેશની નારી શક્તિને તેમનો હક્ક મળી શકે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્પષ્ટ કર્યું હતું કે કાયદાકીય સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામત એ વર્તમાન સમયની મોટી માગ છે.

જો આ પ્રક્રિયામાં હવે કોઈપણ પ્રકારનો વિલંબ થશે તો તે લોકશાહી અને રાષ્ટ્રના વિકાસ માટે કમનસીબ ગણાશે. તેમના મતે મહિલાઓની સક્રિય ભાગીદારીથી જ ભારતની લોકશાહી વધુ મજબૂત અને જીવંત બનશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh