Advertisement
Author: નોબત સમાચાર

એઆઈની મદદથી બનાવેલા ફોટો, વીડિયો, ઓડિયો વિગેરે પર

ડીપફેક ફોટો-વીડિયો કે કન્ટેન્ટ ફરિયાદના ત્રણ કલાકમાં હટાવવું પડશે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૦: એઆઈ કન્ટેન્ટ પર લેબલ ફરજીયાત લગાવવું પડશે. આજથી નવા નિયમો લાગુ પડી ગયા છે તે મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ડીપફેક ફોટો, વીડિયો ૩ કલાકમાં હટાવવા પડશે, મેટાડેટા સાથે ચેડાં થયા હશે તો પોસ્ટ ડિલીટ થશે.

જો કોઈ ફોટો, વીડિયો કે ઓડિયો એઆઈની મદદથી બનાવવામાં આવ્યો હોય, તો તેના પર 'લેબલ' લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે કોઈપણ વાંધાજનક કન્ટેન્ટને ફરિયાદ મળ્યાના માત્ર ૩ કલાકની અંદર હટાવવું પડશે. આ નવા નિયમો આજથી ર૦ ફેબ્રુઆરી ર૦ર૬ થી લાગુ થઈ ગયા છે. ૧૦ ફેબ્રુઆરીએ તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.

આ નિયમો લાગુ થવાના એક દિવસ પહેલા એટલે કે ૧૯ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એઆઈ સમિટમાં લેબલને લઈને સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, જેમ ખાવાના સામાન પર 'ન્યુટ્રિશન લેબલ' હોય છે, તેમજ ડિજિટલ કન્ટેન્ટ પર પણ લેબલ હોવું જોઈએ. આનાથી લોકોને ખબર પડશે કે શું અસલી છે અને શું ફેબ્રિકેટેડ. એટલે કે એઆઈથી બનાવવામાં આવ્યું છે.

જેમ ખાવાના પેકેટ પર લખેલું હોય છે કે તે 'શાકાહારી' છે કે 'માંસાહારી', તેવી જ રીતે હવે દરેક એઆઈ વીડિયો, ફોટો કે ઓડિયો પર એક લેબલ લાગેલું હશે. ધારો કે તમે એઆઈથી એક વીડિયો બનાવ્યો જેમાં કોઈ નેતા ભાષણ આપી રહ્યા છે, તો તે વીડિયોના ખૂણામાં સ્પષ્ટ લખેલું હોવું જોઈએ. 'એઆઈ જનરેટેડ'.

મેટાડેટાને તમે તે ફાઈલનો 'ડિજિટલ ડીએનએ' માની શકે છો. તે સ્ક્રીન પર દેખાતો નથી, પરંતુ ફાઈલના કોડિંગની અંદર છૂપાયેલો હોય છે. તેમાં આ માહિતી નોંધાયેલી હશે કે આ ફોટો કે વીડિયો કઈ તારીખે બન્યો, ક્યા એઆઈ ટૂલથી બન્યો અને ક્યા પ્લેટફોર્મ પર પહેલીવાર અપલોટ થયો. જો કોઈ એઆઈનો ઉપયોગ કરીને ગુનો કરે છે, તો પોલીસ આ 'ટેકનિકલ માર્કર' દ્વારા તેના અસલી સ્ત્રોત સુધી પહોંચી શકશે.

પહેલા લોકો એઆઈ દ્વારા બનાવેલા ફોટાનો ખૂણો કાપીને અથવા ઓડિટ કરીને તેનો 'વોટરમાર્ક' હટાવી દેતા હતાં જેથી તે અસલી લાગે. હવે સરકારે તેને ગેરકાયદેસર બનાવી દીધું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને એવી ટેકનોલોજી અપનાવવી પડશે કે જો કોઈ તે લેબલ અથવા મેટાડેટાને હટાવવાનો પ્રયાસ કરે તો કાં તો તે કન્ટેન્ટ જ ડિલીટ થઈ જાય.

જો એઆઈનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નોગ્રાફી, અશ્લીલતા, છેતરપિંડી, હથિયારો સંબંધિત માહિતી અથવા કોઈની નકલ કરવા માટે કરવામાં આવે છે, તો તેને ગંભીર ગુનો ગણવામાં આવશે.

આઈટી નિયમોમાં થયેલા નવા ફેરફારો પછી હવે સોશિયલ મીડિયા કંપનીઓ પાસે કાર્યવાહી કરવા માટે ખૂબ ઓછો સમય હશે. પહેલા કોઈ ગેરકાયદે કન્ટેન્ટને હટાવવા માટે ૩૬ કલાકનો સમય આપવામાં આવતો હતો, જેને હવે ઘટાડીને માત્ર ૩ કલાક કરી દેવામાં આવ્યો છે.

હવે જ્યારે પણ કોઈ યુઝર સોશિયલ મીડિયા પર કંઈ અપલોડ કરશે, તો પ્લેટફોર્મને તેની પાસેથી આ ઘોષણા લેવી પડશે કે શું આ કન્ટેન્ટ એઆઈ દ્વારા બનાવવામાં આવ્યું છે. કંપનીઓએ એવા ટૂલ્સ તૈનાત કરવા પડશે જે યુઝરના આ દાવાની તપાસ કરી શકે. જો કોઈ પ્લેટફોર્મ એઆઈ કન્ટેન્ટન ડિસ્ક્લોઝર વિના પબ્લિશ થવા દે છે, તો તેના માટે તે પોતે જવાબદાર ગણાશે. માહિતી અને પ્રૌદ્યોગિકી મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે આ પગલું 'ઓપન, સેફ, વિશ્વસનિય અને જવાબદાર ઈન્ટરનેટ' બનાવવા માટે છે. આ જનરેટિવ એઆઈથી આવતી ખોટી માહિતી, ઓળખની ચોરી અને ચૂંટણીમાં હેરાફેરી જેવા જોખમોને નિયંત્રિત કરશે. આનાથી ઈન્ટરનેટ વધુ ભરોસાપાત્ર બનશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh