Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે ભાટીયામાં સમસ્ત સતવારા જ્ઞાતિના સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન

                                                                                                                                                                                                      

ભાટીયા તા. ૨૧: ભાટીયાના સ્વ. અરજણભાઈ ભીમાભાઈ સોનગરા પરિવાર દ્વારા સમસ્ત સતવારા જ્ઞાતિના ૧૬મા સમૂહ લગ્નોત્સવ તા. ૨૨-૨-૨૬ના ભાટીયા-હર્ષદ રોડ પર સમૂહ લગ્ન વાડીમાં યોજાશે. જેમાં ૨૪ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે.

આ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા જગદીશભાઈ મકવાણા (નાયબ દંડક-ગુજરાત સરકાર) આશાબેન નકુમ (મંત્રી ભાજપ ગુજરાત પ્રદેશ), પૂનમબેન માડમ (સાંસદ-જામનગર-દ્વારકા), પબુભા માણેક (ધારાસભ્ય-દ્વારકા-કલ્યાણપુર), પી.એસ. જાડેજા (પ્રમુખ દેવભૂમિ દ્વારકા જિ.પં.) ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) પૂર્વ મંત્રી તેમજ રાજુભાઈ મકવાણા, મયુરભાઈ ગઢવી, રામજીભાઈ પરમાર, પાલભાઈ આંબલીયા સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે.

સમૂહ લગ્નના આયોજન અંગે સોનગરા પરિવારના સ્વ. વલ્લભભાઈ, રણમલભાઈ, પ્રેમજીભાઈ, લખમણભાઈ, વિઠ્ઠલભાઈ, મયુરભાઈ, રાજેશભાઈ, અમિતભાઈ સહિત પરિવારજનો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh