Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત પોલીસ અને કેન્દ્રિય એજન્સીઓના જોઈન્ટ ઓપરેશનમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ:

રાજ્યનાં એક જ શહેરમાંથી ૧પ૦ શંકાસ્પદમાંથી ૧૦૦ થી વધુ ગેરકાયદે બાંગલાદેશીઓ નીકળ્યા

                                                                                                                                                                                                      

સુરત તા. ૩૦: સુરતમાં ૧પ૦ શંકાસ્પદમાંથી ૧૦૦ થી વધુ બાંગલાદેશી નીકળ્યા છે, જેમાં ૪પ થી વધુ મહિલા છે. પ૦ લોકોના ફોનમાં બાંગલાદેશના નંબર-ચેટ મળી આવ્યા છે. સુરતમાં કેન્દ્રિય એજન્સીઓના જોઈન્ટ ઈન્ટ્રોગેશનમાં આ ઘટસ્ફોટ થયો છે.

સુરતમાં ઓપરેશન બાંગલાદેશ અંતર્ગત ઝડપાયેલા ૧પ૦ શંકાસ્પદમાંથી ૧૦૦ થી વધુ બાંગલાદેશી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં ૪પ થી વધુ મહિલાઓ છે તથા પ૦ લોકોના મોબાઈલમાંથી બાંગલાદેશના નંબર-ચેટ પણ મળી આવ્યા છે. સુરત પોલીસ અને કેન્દ્રિય એજન્સીઓના જોઈન્ટ ઈન્ટ્રોગેશનમાં આ ઘટસ્ફોટ થયો છે. ઝડપાયેલા બાંગલાદેશીઓ એજન્ટની મદદથી ભારતની સરહદ ક્રોસ કરીને ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસ્યા હતાં. તેઓ સુરત શહેરમાં વિવિધ ભાગોમાં છૂપાઈને રહેતા હતાં.

પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઓપરેશન દરમિયાન અન્ય પ૦ શંકાસ્પદ લોકોના મોબાઈલમાંથી પણ બાંગલાદેશના નંબર અને ચેટ મળી આવી છે. જેના કારણે તેમની વિરૂદ્ધ પણ વધુ તપાસ ચાલી રહી છે. સુરત પોલીસ, એરફોર્સ, બીેએસએફ, નેવી અને સ્ટેટ તથા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યૂરો સાથે મળીને એક જોઈન્ટ ઈન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક શંકાસ્પદ વ્યક્તિની ઊંડી પૂછપરછ કરવામાં આવી હતી.

હાલમાં તમામ ઝડપાયેલા બાંગલદેશીઓને સુરતના ભિક્ષુક ગૃહમાં રાખવામાં આવ્યા છે. અહીં દરેકની ઓળખ પુષ્ટિ કરવા માટે તમામ દસ્તાવેજોની તપાસ કરાઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચનાથી હવે તમામ તપાસની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને એજન્સીઓએ પોતાનો રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર અને રાજ્ય સરકારને સબમિટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે તમામ એજન્સીઓની વિશેષ ટીમોએ ધામા નાખ્યા છે અને વધુ આવા શંકાસ્પદ લોકોની શોધખોળ શરૂ કરી છે. સુરત પોલીસના વડા જણાવે છે કે આ ઓપરેશન હજુ પૂરેપૂરૃં બંધ થયું નથી. વધુ તપાસ અને કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

સુરતના ઈતિહાસમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું બાંગલાદેશી ઘૂસણખોરોનું કાવતરૂ સામે આવ્યું છે, જેમાં એકસાથે ૧૦૦ થી વધુ બાંગલાદેશી ઝડપાયા છે. સમગ્ર ઓપરેશનને લઈને સુરતના પોલીસ તંત્ર અને કેન્દ્રની ઈન્ટેલિજન્સ એજન્સીઓ વચ્ચે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે જેથી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરી શકાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh