Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા
જામનગર તા. ર૮: ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાને મે મહિનાના અંત સુધી સૌની યોજનાનું પાણી ચાલુ રાખવા રજૂઆત કરી હતી.
સૌની યોજના લીંક-૧ આજી-૩ થી ઊંડ-૧ સુધીની લાઈનમાં ૩ કિ.મી.ની મર્યાદામાં ધ્રોળ તાલુકાના સુધાધુના ગામનો સમાવેશ થાય છે, પરંતુ મૌગોલિક પરિસ્થિતિને કારણે ત્યાં પાણી આવી શકે તેમ નથી, જેથી આ ગામો માટે જુથ્થ યોજના બનાવી, પંપીંગ સ્ટેશન બનાવી સિંચાઈનું પાણી આપવા માટે અલાયદી વ્યવસ્થા દ્વારા પાણી પહોંચાડવા રજૂઆત કરી હતી.
જામનગર તાલુકાના ધુડશિયા ગામની વોડીસાંગ સિંચાઈ યોજના તથા કાલાવડ તાલુકાની નાની ભલસાણ ગામની સિંચાઈ યોજનાને પાઈપલાઈન જોડી તેને ભરવા તથા ઊંડ-૧ સિંચાઈ યોજનાના ડાબા કાંઠાની મુખ્ય નહેરના ફલ્લા સેક્શનના અધુરા કામ પૂર્ણ કરવા, જેમાં હયાત સાઈફન વેલ તથા નવા ગેઈટ નાખવાની જરૂરિયાત છે. આ કામ ફલ્લા સેક્શનની ફલો કેનાલને કટીંગ કેનાલમાં ફેરવવાની કામગીરીમાં બાકી રહેલ સર્વે, ડિઝાઈન તેમજ નક્શા બનાવી સત્વરે વહીવટી મંજુરી આપવા માગણી કરી હતી. સૌની યોજનાની પાઈપલાઈન જ્યાંથી પસાર થાય છે તેની બન્ને બાજુના ૭ કિ.મી. સુધીના તળાવો, ચેકડેમો, નદીઓમાં પાણી નાખવાનું આયોજન થયેલ છે. આ આયોજન બદલ માનનીય મુખ્યમંત્રીનો આભાર માની સૌરાષ્ટ્રમાં ૭ કિ.મી. સુધીની મર્યાદા ઊઠાવી ગામો-ગામ તળાવ, ચેકડેમ અને નદીઓમાં પાણી નાખવામાં આવે તેમ માગણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial