Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માત્ર દૃષ્ટિ નહીં પણ દીર્ઘદૃષ્ટિ
આજના ઝડપથી બદલાતા જતા સમયમાં જો દીર્ઘદૃષ્ટિ રાખીને કામ કરવામાં આવે તો તે ચોક્કસ સફળ થાય છે. આજે દુનિયા બહુ નાની થઈ ગઈ છે ત્યારે ગ્રાહકોને શું જોઈએ છે તેનો ખ્યાલ સર્વિસ પ્રોવાઈડરને આવી જાય તો બંનેનું કામ સરળ થઈ જાય છે અને રાજકોટ સ્થિત દૃષ્ટિ એડવર્ટાઈઝિંગ એજન્સી આ જ બાબતને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે. કદાચ એટલે જ માત્ર રાજકોટ જ નહી પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં એક પાયોનિયર એડ. એજન્સી તરીકે નામના ધરાવતી દૃષ્ટિ એડવર્ટાઈઝિંગ એજન્સી પાસે અસંખ્ય ગ્રાહકોના વિશ્વાસની મોટી મૂડી છે. આ એજન્સી રામનવમીના પવિત્ર દિવસે સ્થાપનાના ૪૭ વર્ષ પૂરા કરીને ૪૮માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે આ નિમિત્તે બહોળા ગ્રાહકવર્ગ સાથે કેટલીક લાગણીઓ શેર કરવાની તક મળી છે.
દૃષ્ટિ એડવર્ટાઈઝિંગ એજન્સીના સ્થાપક ગીરધરભાઈ ઘાડિયાએ પાયાથી જ વિશ્વાસનું ઘડતર કર્યું હતું. તેમના સાથીદાર તરીકે ગિરીશભાઈ ત્રિવેદીએ પણ ખભેખભા મિલાવીને મીડિયા અને ગ્રાહકો વચ્ચે સંબંધનો સેતુ બાંધ્યો.. સમય જતા ગીરધરભાઈ ઘાડિયા પરિવાર સાથે વિદેશ શિફ્ટ થતા દૃષ્ટિ એડવર્ટાઈઝિંગ એજન્સીની જવાબદારી ગિરીશભાઈ ત્રિવેદી ઉપર આવી અને મેનેજિંગ ડીરેક્ટર તરીકે તેમણે આ જવાબદારી બખૂબી નિભાવી છે.
ગિરીશભાઈ ત્રિવેદીએ પોતાના ક્રિએટીવ સ્ટાફ, ટીમવર્ક, આધુનિક ટેકનોલોજી, વ્યવસાયી દૃષ્ટિકોણ અને સૌથી મહત્ત્વનું વિચારોની પરિપક્વતા રાખીને સફળતાના શિખરો સર કર્યા છે. ગીરધરભાઈ ઘાડિયાએ સ્થાપેલા મૂલ્યોને જાળવી રાખીને ગિરીશભાઈ ત્રિવેદી દૃષ્ટિ એડવર્ટાઈઝિંગ એજન્સીને અગ્રસ્થાને લઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial